ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / છેલ્લાં એક સપ્તાહથી શિકાગોમાં રહેતી ગુજરાતી મહિલા ગુમ, પોલીસે માંગી જાહેર જનતાની મદદ

NRI / છેલ્લાં એક સપ્તાહથી શિકાગોમાં રહેતી ગુજરાતી મહિલા ગુમ, પોલીસે માંગી જાહેર જનતાની મદદ

Published By: Jinal Chauhan

Last Updated: 02:02 PM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિકાગોમાં રહેતી 36 વર્ષીય ગુજરાતી મહિલા લિસા શાહ છેલ્લા એક અઠવાડિયાથી ગુમ છે, જેના કારણે પરિવાર ચિંતામાં છે. પોલીસે લિસાને શોધવા માટે જાહેર સહાયની અપીલ કરી છે.

ADVERTISEMENT

અમેરિકામાં દિવસેને દિવસે ભારતીયોની સુરક્ષા જોખમાઈ રહી છે. જી હા, શિકાગોમાં રહેતી 36 વર્ષીય લિસા શાહ નામની મહિલા છેલ્લા એક અઠવાડિયાથી ગુમ છે. 17 ઓક્ટોબરથી લિસાનો કોઈ કોન્ટેક્ટ થઈ શક્યો નથી. પરિવાર લિસા ન મળવાથી પરેશાન છે આ સાથે પોલીસે પણ લિસાને શોધવા માટે લોકોની મદદ માંગી છે. લિસા એસ.કેડઝીમાં છેલ્લે જોવા મળી હતી.

પોલીસે આપ્યું એલર્ટ

શિકાગો પોલીસે 36 વર્ષીય મહિલા લિસા શાહને શોધવા માટે ચેતવણી આપી છે. લિસા છેલ્લે એસ. કેડઝી વિસ્તારમાં જોવા મળી હતી. તેમની ઊંચાઈ લગભગ 5 ફૂટ 4 ઇંચ છે, વજન લગભગ 150 પાઉન્ડ છે, આંખો ભૂરી અને વાળ કાળા છે. લિસા 17 ઓક્ટોબર 2025 પછીથી ગુમ છે અને કોઈ સંપર્ક થયો નથી. 21 ઓક્ટોબરે જાહેર કરાયેલા એલર્ટમાં લિસા શાહે છેલ્લે કયા કપડાં પહેર્યા હતા તેની માહિતી આપવામાં આવી છે. ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં લિસાનું કોઈ અત્તોપત્તો ન મળતાં પરિવાર ભારે ચિંતામાં છે. તેમના પરિવારજનોએ લિસાને શોધવા માટે સોશિયલ મીડિયા પર મિસિંગ પોસ્ટર પણ શેર કર્યા છે.

છેલ્લે ક્યાં જોવા મળી લિસા?

શિકાગો પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈની પાસે લિસા શાહ વિશે માહિતી હોય તો તેમણે એરિયા ફોર સ્પેશિયલ વિક્ટિમ્સ યુનિટનો સંપર્ક કરવો કે પછી તરત જ 911 પર કૉલ કરવો. પોલીસે જણાવ્યું છે કે 36 વર્ષીય લિસા શાહ 17 ઓક્ટોબર શુક્રવારથી ગુમ છે અને જે છેલ્લે પૂર્વ ગારફિલ્ડ પાર્ક વિસ્તારમાં વેસ્ટ મેડિસન સ્ટ્રીટ અને સાઉથ કેડઝી એવન્યુના નજીક જોવા મળી હતી.

vtv app promotion

આ પણ વાંચોઃ અમેરિકાના H-1B વિઝા માટે એક પણ રૂપિયાની ફી નહીં ભરવી પડે, આ રીતે કરો અરજી

લિસા શાહના પિતરાઈ ભાઈ જિગર ઝાએ સોશિયલ મીડિયા પર મિસિંગ પોસ્ટર શેર કરીને સૌને અપીલ કરી છે કે તેઓ લિસાને શોધવામાં મદદ કરે. તેમણે લખ્યું કે મારી પિતરાઈ બહેન લિસા શાહ ગુમ છે અને અમે તેમની સુરક્ષા અંગે ખૂબ ચિંતિત છીએ. જો કોઈએ તેમને જોયા હોય અથવા તેમના વિશે કોઈ માહિતી હોય, તો કૃપા કરીને તરત જ મને સંપર્ક કરો. તમારી નાની મદદ પણ અમારે માટે મોટી સાબિત થઈ શકે છે, તેથી કૃપા કરીને આ પોસ્ટ વધુમાં વધુ લોકોને પહોંચાડો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Missing Person Chicago Gujarati Woman

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ