બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarati Sweets with Garba: Royal guests are worms welcomed in Jamnagar"

જામનગર / ગરબાની સાથે મીઠાઇમાં પેંડા અને મોહનથાળ: જામનગરમાં જાજરમાન મહેમાનોનું ઠાઠમાઠ સાથે સ્વાગત

Hiralal

Last Updated: 06:25 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેમાનો માટે મીઠાઈમાં કેસર પેંડા, ડ્રાયફ્રુટ સુખડી, ચુરમાના લાડું, હલવાસન, ગુજરાતીનો જાણીતો મોહનથાળ સુરતની ઘારીની સુંગધ આખા મંડપમમાં અનુભવાય છે

 
ગુજરાત, જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ કાર્યક્રમમાં મહેમાનોના સ્વાગત માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 

અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના પ્રી વેડિંગ કાર્યક્રમ બોલીવુડ અને હોલીવુડના જાણીતા ચહેરા જોવા મળી રહ્યાં છે. પ્રી-વેડિંગ કાર્યક્રમમાં વિદેશી અને દેશની મહેમાનોને મીની ભારતની ઝાંખી જોવા મળી રહી છે. અહીં દેશની પરંપરા અને સંસ્કૃતિની  છાપ મંડપમના ખૂણે ખૂણામાં જોવા મળી રહી છે.  જામનગર ખાતે અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની 1 થી 3 માર્ચ સુધી ચાલવાની છે. આ દરમિયાન દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ  શુભ ઘડીના સાક્ષી બનવા જામનગર ખાતે આવી પહોંચ્યાં છે. 

અનંત અંબાની અને રાધિકાના પ્રી-વેડિંગ કાર્યક્રમને  યાદગાર બનાવવા માટે અતિ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેમાનો માટે ગ્રીન રૂમ બનાવવામાં આવ્યો છે. ગ્રીન રૂમને દેશી વિદેશી ફુલોથી સજાવવામાં આવ્યો છે. પ્રી-વેડીંગમાં આવેલા મહેમાનો માટે દેશની વિવિધ જાણીતી  મિઠાઇઓ અને વાનગીઓ પીરસવામાં આવી રહી છે. આ સાથે ઈવેન્ટમાં મહેમાનોની સુરક્ષાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓની ફોજ ગોઠવવામાં આવી છે. 

વાંચવા જેવું: શાહરૂખ ખાનથી લઇને માર્ક ઝૂકરબર્ગ..., અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં VVIPઓનો મેળાવડો, 900થી વધુ પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્ત

મહેમાનો માટે મીઠાઈમાં કેસર પેંડા, ડ્રાયફ્રુટ સુખડી, ચુરમાના લાડું, હલવાસન, ગુજરાતીનો જાણીતો મોહનથાળ સુરતની ઘારીની સુંગધ આખા મંડપમમાં અનુભવાય છે. ભોજન ઉપરાંત  મહેમાનોના મનોરંજન માટે વિવધ રાજ્યોના લોકો નૃત્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ક્યાં ગરબાની રમઝટ છે. તો ક્યાંક લોકગીતની લડી છે. તો પ્રસંગેમાં ભાગ લેવા આવેલા મહેમાનો પણ ગરબા અને સંગીતના તાલે ઝુમતા નજરે પડ્યાં હતા. 
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ