બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

VTV / મનોરંજન / ગુજરાત / Anant Radhika Wedding From Shah Rukh Khan to Mark Zuckerberg VVIPs gathering at pre-wedding

Anant Radhika Wedding / શાહરૂખ ખાનથી લઇને માર્ક ઝૂકરબર્ગ..., અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં VVIPઓનો મેળાવડો, 900થી વધુ પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્ત

Megha

Last Updated: 09:12 AM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાધિકા અને અનંતની પ્રી-વેડિંગમાં હાજરી આપવા માટે દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ મહેમાનો આવી રહ્યા છે. રિહાનાથી લઈને અક્ષય કુમાર અને રણબીર કપૂર જામનગર પહોંચી ગયા છે.

Anant- Radhika Pre Wedding: દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવા જઈ રહ્યા છે. આ માટે જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં આજથી એટલે કે 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે.

બોલિવૂડ સેલેબ્સનો જામનગરમાં મેળાવડો 
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ સેલેબ્સ એક પછી એક જામનગર પહોંચવા લાગ્યા છે. સલમાન ખાન, અભિષેક બચ્ચન, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ પ્રી-વેડિંગ બેશનો ભાગ બનવા જામનગર પહોંચી ગયા છે.

તાજેતરમાં ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ જામનગર અને અભિનેતા શાહરૂખ ખાન પણ તેમના પરિવાર સાથે આ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

 

રાધિકા અને અનંતની પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ મહેમાનો આવી રહ્યા છે. રિહાનાથી લઈને અક્ષય કુમાર અને રણબીર કપૂર જામનગર પહોંચી ગયા છે. આલિયા ભટ્ટ અને નીતુ કપૂર પણ આજે જામનગર જવા રવાના થયા હતા. આ સિવાય અજય દેવગન, કાજોલ, સૈફ અલી ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, વિકી કૌશલ, કેટરિના કૈફ, કરણ જોહર, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને કરિશ્મા કપૂર પણ લગ્ન પહેલાની ઇવેન્ટમાં હાજરી આપશે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરે અને મહારાષ્ટ્રના Dy CM દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ જામનગર પહોંચ્યા હતા.

સાથે જ ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જી અને બોની કપૂર પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જામનગર આવી ગયા છે. 

900થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્સના પ્રિ-વેડિંગને લઈને દેશ-વિદેશી મહેમાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને એમની સુરક્ષા માટે 900થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 7 SP, 12થી વધુ DYSP તથા પીઆઇ અને પીએસઆઇ સહિત 900 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રાખવામાં આવશે. ખાસ કરીને એરપોર્ટથી લઈને રિલાયન્સ ટાઉનશિપ સુધીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ટાઉનશિપની અંદર 150 બંગલાઓ રહેશે VVIP મહેમાનો 
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ કાર્યક્રમમાં દેશ-વિદેશના વીવીઆઈપી લોકો આવી રહ્યા છે અને એમના રહેવા માટે રિલાયન્સ ટાઉનશિપમાં ખાસ વ્યવસ્થા છેલ્લા બે માસથી ચાલી રહી છે. ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલાઓ બનાવવામાં આવ્યા છે અને વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનોનો ઉતારો અહીં જ થવાનો છે. આ બંગલાઓમાં 3 બેડરૂમ, હોલ, કિચન તેમજ આધુનિક બાથરૂમ વગેરેની સુવિધાઓ કરવામાં આવી છે.

વધુ વાંચો: VIDEO: અબજોના માલિકે આશીર્વાદમાં મળતા રૂપિયા સ્વીકાર્યા, ખુદ ભોજન પીરસ્યું, વીડિયો જોઈ લોકોએ અંબાણી પરિવારના કર્યા વખાણ

દિલ્હી-મુંબઈથી ચાર્ટર્ડ ફલાઇટની ખાસ વ્યવસ્થા
આજથી એટલે કે 1થી 3 માર્ચ દરમિયાન યોજાનારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં દેશ-વિદેશમાંથી મહેમાનો આવી રહ્યા છે અને આ મહેમાનોને જામનગર લાવવા માટે દિલ્હી અને મુંબઈથી ચાર્ટર્ડ ફ્લાઈટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ