બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / ગુજરાત / Anant Radhika Wedding mukesh ambani served food himself, people praised the Ambani family after watching the video

જામનગર / VIDEO: અબજોના માલિકે આશીર્વાદમાં મળતા રૂપિયા સ્વીકાર્યા, ખુદ ભોજન પીરસ્યું, વીડિયો જોઈ લોકોએ અંબાણી પરિવારના કર્યા વખાણ

Megha

Last Updated: 12:33 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુકેશ અંબાણી અને અનંત અંબાણીના લોકોને ભોજન પીરસતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સાથે જ ગામના લોકો અનંત અને રાધિકાને મળ્યા હતા અને એમને આશીર્વાદ આપ્યા હતા.

Anant Radhika Wedding: દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમનો પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે.  

જો કે તેની શરૂઆત ગઈકાલથી જ જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ પાસેના જોગવડ ગામે અન્ન સેવાથી શરૂ કરી હતી. તેના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં મુકેશ અંબાણી અને ઘરના બીજા સભ્યો ગામલોકોને ભોજન પીરસતાં જોવા મળ્યા હતા. સાથે જ અનંત અને રાધિકા પણ લોકોને ભોજન પીરસતાં દેખાયા હતા. અંબાણી પરિવાર દ્વારા ચલાવવામાં આવેલ આ અન્ન સેવામાં 51 હજાર સ્થાનિક લોકોને ભોજન પીરસવામાં આવશે. આ ઘણા દિવસો સુધી ચાલુ રહેશે. 

મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીના જોગવડના લોકોને ભોજન પીરસતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક ફોટોમાં મુકેશ અંબાણી લોકોને લાડુ પીરસતા નજરે પડે છે. અનંતની દુલ્હન બનેલી રાધિકા મર્ચન્ટ પણ લોકોનું સ્મિત સાથે અભિવાદન કરતી જોવા મળી હતી.

આ સાથે જ ગામના લોકો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને મળ્યા હતા અને એમને આશીર્વાદ આપ્યા હતા. આ સમયનો પણ એક વીડીયો વાયરલ થયો છે જેમાં ગામની મહિલાઓ અનંત અને રાધિકાને આશીર્વાદ રૂપે પૈસા આપે છે અને અનંત અંબાણી સ્મિત સાથે એના આશીર્વાદ લેતા પૈસાનો સ્વીકાર કરે છે. 

વધુ વાંચો: અનંત-રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમની માટે જામનગરમાં ઝાકમઝોળ, વાયરલ થયો વેડિંગ વેન્યુનો વીડિયો

અન્ન સેવાના વાયરલ થયેલ દરેક વીડીયોને જોઇને લોકો અંબાણી પરિવારની સાદગીના વખાણ કરી રહ્યા છે. જાણીતું છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જુલાઈમાં લગ્ન કરશે. અંબાણી પરિવાર 1 થી 3 માર્ચ દરમિયાન જામનગરના રિલાયન્સ ગ્રીન્સ કોમ્પ્લેક્સમાં લગભગ 1,000 મહેમાનો સાથે પ્રિ-વેડિંગ કાર્યક્રમ ઉજવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ