બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / મનોરંજન / બોલિવૂડ / 'હરિ હર વીરા મલ્લૂ પાર્ટ-1'નું ટીઝર રિલીઝ, જોવા મળ્યો ખૂંખાર બાદશાહ બોબી દેઓલનો આતંક, મસીહા તરીકે આવ્યા પવન કલ્યાણ

South Movie / 'હરિ હર વીરા મલ્લૂ પાર્ટ-1'નું ટીઝર રિલીઝ, જોવા મળ્યો ખૂંખાર બાદશાહ બોબી દેઓલનો આતંક, મસીહા તરીકે આવ્યા પવન કલ્યાણ

Last Updated: 04:19 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગભગ દોઢ મિનિટના ટીઝરમાં જ્યારે બોબી દેઓલનું ભયંકર રૂપ ડરાવે છે

પવન કલ્યાણ અને બોબી દેઓલની ફિલ્મ 'હરિ હર વીરા મલ્લૂ પાર્ટ-1'નું ટીઝર 2 મે ના રિલીઝ કરવામાં આવ્યું છે. લગભગ દોઢ મિનિટના ટીઝરમાં જ્યારે બોબી દેઓલનું ભયંકર રૂપ ડરાવે છે, પવન કલ્યાણ પીડિતોના મસીહાની ભૂમિકામાં સ્ટાઇલિશ દેખાઈ રહ્યા છે.

સાઉથનો સુપરસ્ટાર પવન કલ્યાણ એક્ટરમાંથી નેતા બન્યો છે. એક તરફ તેમની પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે, તો બીજી તરફ ચૂંટણીના ધમાસાણ વચ્ચે તેમની નવી ફિલ્મ 'હરિ હર વીરા મલ્લૂ પાર્ટ-1'નું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. લગભગ દોઢ મિનિટના આ ટ્રેલરમાં જ્યાં આપણે મુઘલ બાદશાહ બનેલા બોબી દેઓલની ખૂંખાર ઝલક જોઈ શકીએ છીએ. ત્યારે પવન કલ્યાણ સામાન્ય લોકો માટે મસીહા તરીકે લડતો જોવા મળે છે. ટીઝરને જોતા એવું પણ લાગે છે કે તેણે ફિલ્મ માટે એક સ્ક્રિપ્ટ પસંદ કરી છે જે તેની રાજકીય આકાંક્ષાઓને અનુરૂપ છે. 'હરિ હર વીરા મલ્લૂ પાર્ટ 1- સોર્ડ વર્સીસ સ્પિરિટ'માં પવન કલ્યાણ તલવારની ધાર પર એક્શન કરતો જોવા મળે છે.

ટીઝરમાં જ્યાં એક તરફ પવન કલ્યાણ અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે, તો બીજી તરફ બોબી દેઓલ ફરી એકવાર વિલનની ભૂમિકામાં સારો દેખાઈ રહ્યો છે. ટીઝરના એક સીનમાં તે રૂમમાં ફરતો જોવા મળે છે, અનાયાસે 'આશ્રમ'ના બાબા નિરાલાના મનમાં આવે છે. ટીઝરમાં હૈદરાબાદ દર્શાવવામાં આવ્યું છે, જ્યાં અત્યાચારનું શાસન હતું. એવું લાગે છે કે આ દિવસોમાં બોબી દેઓલ નેગેટિવ રોલમાં દક્ષિણના દિગ્દર્શકોને આકર્ષી રહ્યો છે. આ ફિલ્મમાં તે એક દુષ્ટ સમ્રાટની ભૂમિકામાં છે. જ્યારે પવન કલ્યાણ તલવારબાજીમાં પારંગત યોદ્ધા તરીકે સ્ટાઇલિશ લાગે છે.

ગામમાં લૂંટ, જુલમ અને રાજાશાહીની વાર્તા

'હરિ હર વીરા મલ્લૂ પાર્ટ-1'ના ટીઝરમાં પવન કલ્યાણે તેની ફિલ્મ 'સરદાર ગબ્બર સિંહ'ની જેમ ગળામાં લાલ કલર લપેટી લીધો છે. આ ટીઝર ફિલ્મ માટે ઉત્તેજના વધારશે તેમાં કોઈ શંકા નથી. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે એક ગામ લૂંટાઈ રહ્યું છે અને રાજા દ્વારા લોકોને ત્રાસ આપવામાં આવ્યો છે. ગામડાના લોકો લાંબા સમયથી પીડા સહન કરી રહ્યા છે કે તેઓ આશા ગુમાવી બેઠા છે. વોઈસઓવરમાં સંવાદ છે, 'જ્યારે રાજા આપણને લૂંટે છે, ત્યારે ગોલકુંડા નવાબ રાજાને લૂંટે છે. આ પછી નવાબને મુઘલ બાદશાહ દ્વારા લૂંટવામાં આવે છે.'

વધુ વાંચો:જુલાઇમાં રિચા ચઢ્ઢાના ઘરે ગૂંજશે કિલકારીઓ, હીરામંડીનું પ્રમોશન પૂર્ણ થતા જ કામમાંથી લેશે બ્રેક
આ ફિલ્મ આ વર્ષે 2024માં રિલીઝ થશે

અગાઉ એવી ચર્ચા હતી કે પવન કલ્યાણ રાજનીતિ પર ફોકસ કરી રહ્યો હોવાથી આ ફિલ્મને રદ્દ કરવામાં આવી છે. જો કે પવન કલ્યાણે ચાહકોને વચન આપ્યું હતું કે તે ફિલ્મ રિલીઝ કરશે. 'હરિ હરા વીરા મલ્લૂ' 17મી શતાબ્દીની કહાની છે, VFX ને કારણે પ્રોડક્શનમાં વિલંબ થયો છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે, પરંતુ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

મેગા સૂર્યા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના નિર્દેશક ક્રિશ જાગરલામુડી અને જ્યોતિ કૃષ્ણા છે. આ ફિલ્મમાં પવન કલ્યાણ અને બોબી દેઓલ સાથે નિધિ અગ્રવાલ લીડ રોલમાં છે. જ્યારે સુનીલ, નાસાર, રઘુબાબુ, સુબ્બારાજુ અને નોરા ફતેહી પણ તેમાં જોવા મળશે. ફિલ્મનું સંગીત ઓસ્કાર વિજેતા એમએમ કીરાવણીએ આપ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ