બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડાનાં આ 5 શહેર રહેવા માટે સસ્તા, જાણો એક મહિનામાં કેટલો ખર્ચ થાય

NRI / ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડાનાં આ 5 શહેર રહેવા માટે સસ્તા, જાણો એક મહિનામાં કેટલો ખર્ચ થાય

Last Updated: 03:46 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામ જેવા કાર્યક્રમો સાથે કેનેડાની જાણીતી યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષિત કરીને ટોચનું શિક્ષણ પૂરું પાડે છે, જે તેને વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ માટે મુખ્ય વિકલ્પ બનાવે છે.

ઉચ્ચ અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ છે કેનેડા, જે ત્યાંની જાણીતી યુનિવર્સીટીઓમાં હાઈ-ક્વોલિટી એજ્યુકેશન પૂરું પડે છે. ત્યાં શૈક્ષણિક કાર્યક્રમો અને સંશોધનની તકો વધુ મળી રહે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર વારંવાર તેને હાઈ રેન્કિંગ મળ્યું છે. સાથે જ કેનેડાની ઇમિગ્રેશન પોલિસી જેમ કે પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામ (PGWPP) ભારતના વિદ્યાર્થીઓ સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્નાતક થયા પછી અહીં કામ કરવાની મંજૂરી આપે છે, જેનાથી ભારતીય વિદ્યાર્થીઓને અહીં પરમેનેન્ટ રેસિડેન્સી મળવાની તકો વધી જાય છે. આ સિવાય અહીંનું આવકારદાયક વાતાવરણ અને ઘણી સંસ્કૃતિઓનો અનુભવ ભારતીય વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસ માટે મદદ કરે છે અને સાથે જ વિદેશમાં જીવન જીવવામાં મદદ કરે છે. એક જાણકારી અનુસાર, કેનેડાના પાંચ શહેરો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શહેરો છે, જે છે - ટોરોન્ટો, મોન્ટ્રીયલ, વાનકુવર, ઓટાવા અને ક્યૂબેક. તો ચાલો જાણીએ આ શહેરો વિશે વિગતે -

toronto

ટોરોન્ટો - ટોરોન્ટોને ઘણીવાર કેનેડાની આર્થિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે, અહીંનું વાઇબ્રેન્ટ અને બહુસાંસ્કૃતિક વાતાવરણ તેને વિદ્યાર્થીઓ માટે ઇચ્છિત સ્થળ બનાવે છે. યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો, યોર્ક યુનિવર્સિટી અને રાયર્સન યુનિવર્સિટી જેવી પ્રખ્યાત સંસ્થાઓ સાથે, આ શહેરમાં એક સમૃદ્ધ શૈક્ષણિક સમુદાય છે. અહીં ભાડા સિવાય રહેવાની સરેરાશ માસિક કિંમત ₹85,000 થી ₹1,20,000 સુધીની છે. વધુ ખર્ચાઓ હોવા છતાં, વિદ્યાર્થીઓ અહીં અસંખ્ય પાર્ક્સ અને ફરવા માટે સારી જગ્યાઓ સાથે દુકાનો, રેસ્ટોરાં અને નાઇટલાઇફનો આનંદ માણે છે.

મોન્ટ્રીયલ - મજબૂત યુરોપીયન પ્રભાવ ધરાવતું ફ્રેન્ચ ભાષા બોલતું શહેર મોન્ટ્રીયલ વિદ્યાર્થીઓ માટે અનન્ય સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરે છે. અહીં McGill યુનિવર્સિટી, Concordia યુનિવર્સિટી અને Université de Montréal જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ આવેલી છે. મોન્ટ્રીયલમાં તુલનાત્મક રીતે ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે. ભાડાને બાદ કરતાં સરેરાશ માસિક જીવન ખર્ચ ₹65,000 અને ₹90,000 ની વચ્ચે આવે છે. ટોરોન્ટોની સરખામણીમાં વધુ સસ્તા હાઉસિંગ વિકલ્પોનો મળી જાય છે, જેનો લાભ ઉઠાવીને વિદ્યાર્થીઓ અહીંના તહેવારો અને નાઇટલાઇફ માણે છે.

ottawa

ઓટાવા - કેનેડાની રાજધાની ઓટ્ટાવા શહેરી સુવિધાઓને કુદરતી લેન્ડસ્કેપ્સ સાથે જોડે છે. યુનિવર્સિટી ઓફ ઓટાવા અને કાર્લેટન યુનિવર્સિટી શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ છે. આ સંસ્થાઓ વિદ્યાર્થીઓને વિવિધ શિક્ષણ વાતાવરણ પ્રદાન કરે છે. ટોરોન્ટો અને વાનકુવરની સરખામણીમાં ઓટ્ટાવા પ્રમાણમાં સસ્તું પડે છે. ભાડા સિવાય, દર મહિને ₹60,000 થી ₹85,000 સુધીનો ખર્ચ થાય છે. અહીંની સંતુલિત જીવનશૈલીની સાથે વિદ્યાર્થીઓને કેનેડિયન ઇતિહાસ જાણવાની પણ તક મળે છે.

વાનકુવર - મનોહર પર્વતો અને દરિયાકાંઠાના લેન્ડસ્કેપ્સની વચ્ચે વસેલું વાનકુવર પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓને જબરદસ્ત રીતે આકર્ષે છે. અહીં યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા, સિમોન ફ્રેઝર યુનિવર્સિટી અને એમિલી કાર યુનિવર્સિટી ઓફ આર્ટ એન્ડ ડિઝાઇન આવેલી છે. આ શહેર અદભૂત કુદરતી સૌંદર્યની પૃષ્ઠભૂમિ સાથે જ ઉચ્ચ શિક્ષણ પણ પ્રદાન કરે છે. જો કે, વાનકુવરમાં રહેવાનું વધારે મોંઘુ છે, અહીં ભાડાને બાદ કરતાં દર મહિને ₹80,000 થી ₹1,10,000 સુધીનો ખર્ચ આવે છે. વિદ્યાર્થીઓને અહીં સ્કીઇંગ, હાઇકિંગ અને બાઇકિંગ જેવી આઉટડોર પ્રવૃત્તિઓ કરવા મળે છે.

વધુ વાંચો: સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવું છે? તો વિઝા માટે અરજી કરતા પહેલા આટલું ખાસ જાણી લેજો

ક્યૂબેક - ઐતિહાસિક ફ્રેન્ચ વસાહત સાથે ક્યૂબેક સિટી પણ વિદ્યાર્થીઓને પરવડે એવું શહેર છે, અહીં અનન્ય સાંસ્કૃતિક અનુભવ મળે છે. Laval યુનિવર્સિટી અને Université du Québec à Montréal આ મનોહર શહેરમાં નોંધપાત્ર સંસ્થાઓ છે. ભાડા સિવાય ₹55,000 થી ₹80,000 સુધીનો માસિક ખર્ચ આવે છે. ક્યૂબેક સિટી આ લિસ્ટમાં સૌથી વધુ બજેટ-ફ્રેંડલી વિકલ્પ છે. વિદ્યાર્થીઓને શહેરનો સમૃદ્ધ વારસો અને કુદરતી સૌંદર્ય માણવા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ