બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'કોંગ્રેસ OBCની અનામત મુસ્લિમને આપવા માંગે છે' જામનગરમાં PM મોદી

ચૂંટણી 2024 / 'કોંગ્રેસ OBCની અનામત મુસ્લિમને આપવા માંગે છે' જામનગરમાં PM મોદી

Last Updated: 06:40 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના પ્રચારને લઈ PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેઓએ જામનગરમાં ખાતે જન સભાને સંબોધી

પ્રધાનમંત્રી મોદી આજે રાજ્યના 4 સ્થળે ચૂંટણી પ્રચાર કર્યો છે. તેમણે સૌથી પહેલાં આણંદ ખાતે બાદમાં સુરેન્દ્રનગર ત્યારપછી જૂનાગઢ સભાને સંબોધી છે. પ્રધાનમંત્રી મોદી જામનગરમાં ઉમેદવાર પૂનમ માડમના સમર્થમાં સભા ગજવી છે. જે બાદ જામનગરની સભા પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી મોદી પશ્ચિમ બંગાળ જવા માટે રવાના થશે.

અત્રે જણાવીએ કે, જામનગરમાં સભાને સંબોધતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી. જેમણે પીએમને પાઘડી પહેરાવી આવકાર્યા હતા.

'મનમાં સંકલ્પ છે તે ત્રીજા ટર્મમાં પૂરા કરવા છે'

મોદીએ વિકાસની વાત કરતા કહ્યું કે, આ દેશની ઈકોનોમી 11 નંબર પર હતી તે હવે 5 નંબર છે. તેમણે વધુમાં કહ્યું કે, તમારા બધાના આશીર્વાદ મને પદ અને પ્રતિષ્ઠા માટે નહીં જોઈતા, 2014માં ઈતિહાસમાં નામ લખાઈ ચુક્યો છે. આશીર્વાદ એટલા માટે જોઈએ છે જે મનમાં સંકલ્પ છે તે ત્રીજા ટર્મમાં પૂરા કરવા છે. મારો સંકલ્પ છે કે, હિદુસ્તાનને પહેલી ત્રણ અર્થવ્યવસ્થામાં લાવવું. તમે વિચાર કરી શકો છો કે, જ્યારે ટોપ ત્રણ ભારત હશે ત્યારે વિશ્વમાં ભારતની છબી કેવી હશે.

'દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું'

તેમણે કહ્યું કે, હું જામનગની ધરતી પરથી દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું તેમજ કોંગ્રેસના ચટ્ટા પટ્ટાઓને કહેવા માંગું છું કે, જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી આ દેશને ધર્મના આધાર પર ભાગ પાડવા નહીં આપે, કોંગ્રેસ OBCની અનામત મુસ્લિમને આપવા માંગે છે. કોંગ્રેસ ધર્મના આધાર પર દલિત-આદિવાસીઓના હક્કને લઈ લેવા નહી આપું.

PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ મેં થોડા દિવસ અગાઉ દ્વારકાના દરિયામાં પૂજા અર્ચના અને દર્શન કર્યા તેનાથી પણ કોંગ્રેસને અડચણ છે. આ લોકો રામ મંદિરનો બહિષ્કાર કરે છે. દ્વારાકાને ખોટું બતાવે છે. તેમજ શિવ અને રામના ઝગડાની વાતો કરે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસથી સાવધાન થઈ જવાની જરૂર છે.

વાંચવા જેવું: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, હવામાન વિભાગે કરી હિટવેવની આગાહી

તમને જણાવી દઇએ આણંદથી મિતેશ પટેલ ભાજપે રિપીટ કર્યા છે.અહીં કોંગ્રેસથી અમિત ચાવડા તેમની સામે મેદાને છે. સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે અહીં કોંગ્રેસના ઋત્વીક મકવાણા સામે તેમનો મુકાબલો છે. અહીં તળપદા અને ચુવાળિયા કોળી સમાજ વચ્ચે મતભેદ છે. તો જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને ભાજપે ફરી ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે. અહીં તેમનો મુકાબલો કોંગ્રેસના હીરા જોટવા સામે છે. તો જામનગરમાં ભાજપે પૂનમ માડમને રિપીટ કર્યા છે. પૂનમ માડમનો મુકાબલો કોંગ્રેસના જે.પી.મારવિયા સામે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ