બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

VTV / વિશ્વ / શું ગોલ્ડી બરાડ અમેરિકામાં માર્યો ગયો? US પોલીસે કરી સ્પષ્ટતા, સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો હતો માસ્ટરમાઇન્ડ

Goldy Brar Death / શું ગોલ્ડી બરાડ અમેરિકામાં માર્યો ગયો? US પોલીસે કરી સ્પષ્ટતા, સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો હતો માસ્ટરમાઇન્ડ

Last Updated: 10:07 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gangster Goldy Brar Murder Latest News : અમેરિકન પોલીસે ગોલ્ડી બરાડની હત્યાના દાવા સાથે જોડાયેલા રિપોર્ટને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો

Gangster Goldy Brar Murder : પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાડની હત્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગોલ્ડી બરાડની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પરંતુ હવે આ મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. અમેરિકન પોલીસે ગોલ્ડી બરાડની હત્યાના દાવા સાથે જોડાયેલા રિપોર્ટને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે.

અમેરિકન પોલીસનું કહેવું છે કે, અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે અમેરિકાના કેલિફોર્નિયામાં જે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તે ગોલ્ડી બરાડ નથી. અમને ખબર નથી કે, બરાડની હત્યાની અફવા કેવી રીતે ફેલાઈ. ઇન્ટરનેશનલ ન્યૂઝ વેબસાઇટ્સે અમારા તરફથી કોઇપણ પુષ્ટિ કર્યા વિના ગોલ્ડી બરાડની હત્યાના સમાચાર પ્રકાશિત કરવાનું શરૂ કર્યું.

નોંધનિય છે કે, ગોલ્ડી બરાડ હાલમાં અમેરિકામાં આશ્રય લઈ રહ્યો છે અને ત્યાંથી પંજાબ, દિલ્હી, હરિયાણા અને કેનેડામાં સતત ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. ગોલ્ડી બરાડ-લોરેન્સ બિશ્નોઈ ગેંગના લોકોની દુશ્મનીના કારણે હવે તે ભારતમાં જ નહીં પરંતુ કેનેડા, ફિલિપાઈન્સ અને રશિયામાં પણ ગેંગ વોરમાં લોહી વહાવી રહ્યો છે.

કોણ છે ગોલ્ડી બરાડ?

ગેંગસ્ટર ગોલ્ડી બરાડનું સાચું નામ સતીન્દર સિંહ ઉર્ફે સતીન્દર સિંહજીત સિંહ છે. ગોલ્ડી પાકિસ્તાનની મદદથી ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ કરે છે. તે અનેક હત્યાઓ અને હથિયારોની દાણચોરીમાં સામેલ હતો. તેને હત્યા માટે શાર્પશૂટર પણ મળી રહ્યા છે. ગોલ્ડી બરાડને અગાઉ ગુનેગાર ગણવામાં આવતો હતો પરંતુ આ વર્ષે કેન્દ્ર સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો હતો.

મૂસેવાલા મર્ડર કેસમાં ગોલ્ડી બરાડનું નામ આવ્યું હતું સામે

કેનેડામાં રહીને ભારતમાં ગુનાહિત પ્રવૃતિઓ આચરનાર ગેંગસ્ટર ગોલ્ડી બરાડ સામે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી હતી. તેને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ગોલ્ડી જે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો જમણો હાથ હોવાનું કહેવાય છે તેને પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. તેમની સૂચના પર જ બિશ્નોઈ ગેંગના સંચાલકોએ ગાયકની હત્યા કરી હતી.

વધુ વાંચો : રાહુલ ગાંધીના વખાણ કરવા લાગ્યા પાકિસ્તાનના પૂર્વ મંત્રી, પોસ્ટ મૂકી તો ભાજપ ભડકી

ગોલ્ડી બરાડ ગત વર્ષ 2021માં ભારતથી કેનેડા ભાગી ગયો હતો. ત્યારથી તે ક્યારેક કેનેડામાં તો ક્યારેક અમેરિકામાં રહીને ગુનાહિત અને આતંકવાદી પ્રવૃતિઓ કરી રહ્યો હતો. ત્યાંથી મોડ્યુલ દ્વારા તે પંજાબ સહિત અનેક રાજ્યોમાં ગુનાઓને અંજામ આપે છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં તેને આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલો ગણાવ્યો છે. તપાસ એજન્સીઓને ગોલ્ડી બરાડનું છેલ્લું લોકેશન અમેરિકામાં જ મળ્યું હતું. મળતી માહિતી મુજબ ગોલ્ડી નકલી નામથી અમેરિકામાં રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ