બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

VTV / સ્પોર્ટસ / Cricket / વિરાટ કોહલીને પછાડી આ ખેલાડી આગળ નિકળ્યો, ઓરેન્જ કેપની રેસમાં ટોપ પર પહોંચ્યો

આઇપીએલ 2024 / વિરાટ કોહલીને પછાડી આ ખેલાડી આગળ નિકળ્યો, ઓરેન્જ કેપની રેસમાં ટોપ પર પહોંચ્યો

Last Updated: 07:03 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષે IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હવે CSKનો કેપ્ટન રુતુરાજ ગાયકવાડ બની ગયો છે.

IPLમાં ટીમો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે ખેલાડીઓ પણ એકબીજાને પાછળ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ આપવામાં આવે છે, જ્યારે સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. આ દરમિયાન અત્યાર સુધી વિરાટ કોહલી અહીં બેટ્સમેનોની યાદીમાં પ્રભુત્વ ધરાવતો હતો, પરંતુ હવે તે બીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે CSKના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે નંબર વન સ્થાન મેળવ્યું છે.

રૂતુરાજ ગાયકવાડે 10 મેચમાં 509 રન બનાવ્યા છે

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે આઈપીએલની આ સિઝનમાં 10 મેચ રમીને અત્યાર સુધીમાં 509 રન બનાવ્યા છે. તેના નામે એક સદી અને 4 અડધી સદી છે. તેણે એક મેચમાં 108 રનની અણનમ ઇનિંગ પણ રમી છે. જો ગાયકવાડની એવરેજની વાત કરીએ તો તે 63.63 છે, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 146.68 છે. આ દરમિયાન હવે વિરાટ કોહલી બીજા સ્થાને પહોંચી ગયો છે, પરંતુ તે રનના મામલે વધુ પાછળ નથી ગયો.

ruturaj.jpg

વિરાટ કોહલીના નામે 500 રન

RCB તરફથી રમતા વિરાટ કોહલીએ આ વર્ષની IPLમાં અત્યાર સુધીમાં 10 મેચમાં 500 રન બનાવ્યા છે. તેના નામે એક સદી અને 4 અડધી સદી છે. તેની એવરેજ 71.43 છે અને તે 147.49ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. તેણે 113 રનની અણનમ ઇનિંગ પણ રમી છે. એટલે કે રુતુરાજ અને કોહલી વચ્ચે માત્ર 9 રનનું અંતર છે.

વધુ વાંચો: વિરાટ કોહલીને પછાડી ધોનીના ધુરંધર ખેલાડીએ ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી, જુઓ રન રેકોર્ડ

આ ખેલાડીઓ પણ ટોપ 5માં યથાવત છે

જો આ ટોપ 2 બેટ્સમેન પછી આગળ વાત કરીએ તો ત્રીજા સ્થાને ગુજરાત ટાઇટન્સના સાઇ સુદર્શન છે, જેણે અત્યાર સુધી 10 મેચમાં 418 રન બનાવ્યા છે. તેના નામે કોઈ સદી નથી, પરંતુ તેણે બે અડધી સદી ફટકારી છે. એલએસજીના કેપ્ટન કેએલ રાહુલે 10 મેચ રમીને 406 રન બનાવ્યા છે. આ યાદીમાં તે ચોથા નંબર પર છે. જ્યારે 11 મેચમાં 398 રન બનાવનાર દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત 5માં નંબર પર યથાવત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ