બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

VTV / સ્પોર્ટસ / Cricket / વિરાટ કોહલીને પછાડી ધોનીના ધુરંધર ખેલાડીએ ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી, જુઓ રન રેકોર્ડ

IPL 2024 / વિરાટ કોહલીને પછાડી ધોનીના ધુરંધર ખેલાડીએ ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી, જુઓ રન રેકોર્ડ

Last Updated: 01:27 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નાઈ અને પંજાબની મેચ પહેલા IPL 2024માં સૌથી વધુ રનનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. જો કે હવે કોહલીને પાછળ છોડીને આ પ્લેયર સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

IPL 2024ની 49મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભલે પંજાબ કિંગ્સનો 7 વિકેટે વિજય થયો હતો અને ચેન્નાઈને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 62 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને તેની સાથે તે આઈપીએલ 2024માં ઓરેન્જ કેપ હોલ્ડર પણ બન્યો હતો.

ઋતુરાજ ગાયકવાડે IPL 2024માં બુધવારે પંજાબ કિંગ્સ સામે 48 બોલમાં 62 રન બનાવ્યા હતા. આ સાથે ઋતુરાજે ચેન્નાઈ માટે 10 મેચમાં 509 રન બનાવ્યા છે, જે આઈપીએલ 2024માં આ સૌથી વધુ રન છે અને વિરાટ કોહલીને પાછળ છોડીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ મેચ પહેલા સૌથી વધુ રનનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. વિરાટે આ T20 લીગમાં 10 મેચમાં 500 રન બનાવ્યા છે.

આ સાથે જ ઋતુરાજ ગાયકવાડે ઈતિહાસ રચ્યો અને IPL સિઝનમાં 500 થી વધુ રન બનાવનાર ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્રથમ કેપ્ટન બની ગયો છે. ઓરેન્જ કેપની રેસમાં સાઈ સુદર્શન ત્રીજા સ્થાને છે, જેણે ગુજરાત ટાઇટન્સ માટે 10 મેચમાં 418 રન બનાવ્યા છે. કેએલ રાહુલ 406 રન સાથે ચોથા સ્થાને છે. જ્યારે ઋષભ પંતે દિલ્હી કેપિટલ્સ માટે અત્યાર સુધીમાં 398 રન બનાવ્યા છે.

મેચની વાત કરીએ તો બુધવારે પંજાબ કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 48 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 62 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં પંજાબ કિંગ્સ ટીમે ત્રણ વિકેટના નુકસાને 17.5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો અને 7 વિકેટે જીત મેળવી હતી.

વધુ વાંચો: સુપરફાસ્ટ બોલર મયંક યાદવને લઇ ગુડ ન્યુઝ, ટૂંક સમયમાં જ BCCI આપી શકે છે મોટી ગિફ્ટ

ચેન્નાઈના 10 મેચમાં 5 જીત અને 5 હાર સાથે 10 પોઈન્ટ છે અને તેની નેટ રન રેટ હવે +0.627 છે. જો કે ચેન્નાઈ હજુ પણ ચોથા સ્થાને છે. પંજાબની વાત કરીએ તો તેને 10 મેચમાં ચોથી જીત મળી છે. પંજાબના 8 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ -0.062 છે. ટીમ આઠમા સ્થાને હતી અને આ જીત બાદ તેના રેન્કમાં ફેરફાર થયો છે. પંજાબની ટીમ સાતમા સ્થાને પહોંચી ગઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ