ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ગુજરાત / Anant-Radhika prewedding ceremony in Jamnagar, video of wedding venue goes viral
ADVERTISEMENT
Anant- Radhika Pre Wedding: દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના ઘરે લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે. અંબાણી પરિવારના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં આગામી 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે.
ADVERTISEMENT
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન જામનગરમાં કરવામાં આવી રહ્યું છે. આ માટે બૉલીવુડથી લઈને હોલીવુડ અને ક્રિકેટર્સ સુધી ઘણા વીઆઇપી લોકોનો જામનગરમાં મેળાવડો જામવા લાગ્યો છે. આ દરમિયાન હવે પ્રિ-વેડિંગ વેન્યુનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે અનંત અને રાધિકાના પ્રી-વેડિંગના આ ભવ્ય ઈવેન્ટનું આયોજન 'રિલાયન્સ ગ્રીન્સ'માં કરવામાં આવશે. જે કરોડો એકરમાં ફેલાયેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મિલકત છે. રિલાયન્સ ગ્રીન્સનો ભવ્ય દરવાજો આ વીડિયોમાં જોઈ શકાય છે. જેના પર રિલાયન્સનો લોગો પણ લગાવવામાં આવ્યો છે. સાથે જ રિલાયન્સ ગ્રીન્સની અંદરની સજાવટનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આખી પ્રોપર્ટીને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફેસ્ટિવલ 1 માર્ચથી શરૂ થશે અને તેમાં મનોરંજન, રાજનીતિ અને બિઝનેસ સહિત વર્લ્ડની મોટી મોટી હસ્તીઓ મહેમાન બનીને આવશે. રિપોર્ટ્સ અનુસાર આ પ્રી-વેડિંગ સેરેમનીમાં અલગ-અલગ દેશોની 2500 વાનગીઓ પીરસવામાં આવશે. જેના માટે ઈન્દોરથી શેફને બોલાવવામાં આવ્યા છે.
વધુ વાંચો: સલમાન, બચ્ચન સહિત અનેક હસ્તીઓનો આજે જામનગરમાં મેળાવડો, અનંત-રાધિકાના પ્રી-વેડિંગનું કરશે સેલિબ્રેશન
ADVERTISEMENT
અભિષેક બચ્ચન, માનુષી છિલ્લર, અને જાન્હવી કપૂર જેવા કલાકારો જામનગર પહોંચી ચૂક્યા છે. પોપ આઇકોન રિહાના, અભિનેતા-ગાયક દિલજીત દોસાંઝ અને અરિજિત સિંહ સહિત અન્ય લોકો પરફોર્મ કરવાના છે. ઉલ્લેખનીય છે કે આ પ્રી વેડિંગ ફંક્શન છે અને 12 જુલાઈએ મુંબઈમાં અનંત અને રાધિકાના લગ્નના થવાના છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ