ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A gathering of many celebrities including Salman, Bachchan today in Jamnagar

Anant Radhika Wedding / સલમાન, બચ્ચન સહિત અનેક હસ્તીઓનો આજે જામનગરમાં મેળાવડો, અનંત-રાધિકાના પ્રી-વેડિંગનું કરશે સેલિબ્રેશન

Published By: Priykant Shrimali

Last Updated: 10:31 AM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anant Radhika Wedding Latest News : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનને લઈ હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો, મહેમાનોને આવકારવા માટે જામનગરમાં તમામ વ્યવસ્થા

ADVERTISEMENT

Anant Radhika Wedding : જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં આગામી 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે. આ બધાની વચ્ચે હવે બૉલીવુડ દિગ્ગજોપણ જામનગર પહોંચી રહ્યા છે. મહત્વનું છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનને લઈ હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશ-વિદેશની અનેક હસ્તીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મહેમાનોને આવકારવા માટે જામનગરમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની 1 માર્ચથી ગુજરાતના જામનગરમાં શરૂ થવા જઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ સ્ટાર્સ પણ જામનગર પહોંચવા લાગ્યા છે. આ દરમિયાન આજે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સલમાન ખાન પણ જામનગર પહોંચી ગયા હતા.  

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ અને હોલીવુડની ઘણી હસ્તીઓ હાજરી આપશે. જેને લઈ સુરક્ષાને લઈ પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે સલમાન ખાન પણ જામનગર પહોંચી ગયા છે. વિગતો મુજબ સલમાન ખાનનો એરપોર્ટ પરથી બહાર આવતો વીડિયો સામે આવ્યો છે.  

એશિયાના નંબર વન અમીર મુકેશ અંબાણીની સાદગી તો જગજાહેર છે. અંબાણી પરિવારનો વારે તહેવારે સામાન્ય લોકો જેવો વ્યવહાર જોવા મળતો હતો. ફરી એક વાર અંબાણી પરિવારની આવી જ સાદગી જોવા મળી હતી. પ્રસંગ હતો નાના પુત્ર અનંત અંબાણીના લગ્નનો અને સ્થળ હતું જામનગરનું જોગવડ ગામ. જોગવડ ગામના લોકોને અંબાણી પરિવારે ભરપેટ ખવડાવ્યું હતું ત્યાં સુધી કે ખુદ મુકેશ અંબાણી, અનંત અંબાણી અને તેની થનારી દુલ્હન રાધિકા મરચન્ટ લોકોને ભોજન પીરસતાં જોવા મળ્યાં હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મરચન્ટની દીકરી રાધિકા મરચન્ટના લગ્નપ્રસંગની શરુઆત થઈ ગઈ છે. લગ્ન પહેલા આજે જામનગરમાં અનંત-રાધિકાનું પ્રી વેડિંગ ફંક્શન શરુ થયું છે. 

જામનગરના જોગવડ ગામમાં અન્ન સેવાનું આયોજન 
અંબાણી પરિવારે જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ પાસેના જોગવડ ગામે અન્ન સેવા શરુ કરી હતી જેમાં મુકેશ અંબાણી અને ઘરના બીજા સભ્યો ગામલોકોને ભોજન પીરસતાં જોવા મળ્યા હતા. અનંત અને રાધિકા પણ લોકોને ભોજન પીરસતાં દેખાયાં હતા. વર-વધૂના લોકોને ભોજન પીરસતા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અન્ન સેવામાં વર-વધૂ ઉપરાંત રાધિકા મર્ચન્ટના દાદી અને માતા-પિતાએ પણ ભાગ લીધો હતો. 

વધુ વાંચો: જામનગરમાં મુકેશ અંબાણી, અનંત-રાધિકાએ લોકોને પીરસ્યું ભાવનું ભોજન, સાદગીથી ઓવારી જશો

1 માર્ચથી શરુ થશે પ્રી-વેડિંગ ફંક્શન 
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફેસ્ટિવલ 1 માર્ચથી શરૂ થશે અને તેમાં મનોરંજન, રાજનીતિ અને બિઝનેસ સહિત વર્લ્ડની મોટી મોટી હસ્તીઓ મહેમાન બનીને આવશે. અભિષેક બચ્ચન, માનુષી છિલ્લર, અને જાન્હવી કપૂર જેવા કલાકારો જામનગર પહોંચી ચૂક્યા છે. પોપ આઇકોન રિહાના, અભિનેતા-ગાયક દિલજીત દોસાંઝ અને અરિજિત સિંહ સહિત અન્ય લોકો પરફોર્મ કરવાના છે. ઉલ્લેખનીય છે કે આ પ્રી વેડિંગ ફંક્શન છે અને 12 જુલાઈએ મુંબઈમાં અનંત અને રાધિકાના લગ્નના થવાના છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Anant Radhika Wedding Anant Radhika wedding news અનંત અંબાણી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જામનગર રિલાયન્સ ગ્રીન્સ પ્રી-વેડિંગ ફંક્શન રાધિકા મર્ચન્ટ Anant Radhika Wedding

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ