ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambanis Kickstart Anant-Radhika Merchant's Pre-wedding Festivities With Anna Seva At Jogwad Village

અનંત આશીર્વાદ / VIDEO : જામનગરમાં મુકેશ અંબાણી, અનંત-રાધિકાએ લોકોને પીરસ્યું ભાવનું ભોજન, સાદગીથી ઓવારી જશો

Published By: Hiralal

Last Updated: 10:47 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મરચન્ટનું પ્રી વેડિંગ શરું થયું છે જેમાં પહેલા અન્ન સેવા શરુ થઈ છે.

ADVERTISEMENT

એશિયાના નંબર વન અમીર મુકેશ અંબાણીની સાદગી તો જગજાહેર છે. અંબાણી પરિવારનો વારે તહેવારે સામાન્ય લોકો જેવો વ્યવહાર જોવા મળતો હતો. ફરી એક વાર અંબાણી પરિવારની આવી જ સાદગી જોવા મળી હતી. પ્રસંગ હતો નાના પુત્ર અનંત અંબાણીના લગ્નનો અને સ્થળ હતું જામનગરનું જોગવડ ગામ. જોગવડ ગામના લોકોને અંબાણી પરિવારે ભરપેટ ખવડાવ્યું હતું ત્યાં સુધી કે ખુદ મુકેશ અંબાણી, અનંત અંબાણી અને તેની થનારી દુલ્હન રાધિકા મરચન્ટ લોકોને ભોજન પીરસતાં જોવા મળ્યાં હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મરચન્ટની દીકરી રાધિકા મરચન્ટના લગ્નપ્રસંગની શરુઆત થઈ ગઈ છે. લગ્ન પહેલા આજે જામનગરમાં અનંત-રાધિકાનું પ્રી વેડિંગ ફંક્શન શરુ થયું છે. 

જામનગરના જોગવડ ગામમાં અન્ન સેવાનું આયોજન 
અંબાણી પરિવારે જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ પાસેના જોગવડ ગામે અન્ન સેવા શરુ કરી હતી જેમાં મુકેશ અંબાણી અને ઘરના બીજા સભ્યો ગામલોકોને ભોજન પીરસતાં જોવા મળ્યા હતા. અનંત અને રાધિકા પણ લોકોને ભોજન પીરસતાં દેખાયાં હતા. વર-વધૂના લોકોને ભોજન પીરસતા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અન્ન સેવામાં વર-વધૂ ઉપરાંત રાધિકા મર્ચન્ટના દાદી અને માતા-પિતાએ પણ ભાગ લીધો હતો. 

અન્ન સેવામાં 51,000થી વધુ લોકોને ભોજન પીરસાશે
અંબાણી પરિવારની અન્નસેવા આટલેથી અટકવાની નથી. ઘણા દિવસો સુધી ચાલશે અને 51000થી વધુ સ્થાનિક લોકોને ભોજન પીરસવામાં આવશે.

મુકેશ અંબાણીનો લાડુ પીરસવાનો વીડિયો થયો વાયરલ 
મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીના જોગવડના લોકોને ભોજન પીરસતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક ફોટોમાં મુકેશ અંબાણી લોકોને લાડુ પીરસતા નજરે પડે છે. અનંતની દુલ્હન બનેલી રાધિકા મર્ચન્ટ પણ લોકોનું સ્મિત સાથે અભિવાદન કરતી જોવા મળી હતી.

1 માર્ચથી શરુ થશે પ્રી-વેડિંગ ફંક્શન 
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફેસ્ટિવલ 1 માર્ચથી શરૂ થશે અને તેમાં મનોરંજન, રાજનીતિ અને બિઝનેસ સહિત વર્લ્ડની મોટી મોટી હસ્તીઓ મહેમાન બનીને આવશે. અભિષેક બચ્ચન, માનુષી છિલ્લર, અને જાન્હવી કપૂર જેવા કલાકારો જામનગર પહોંચી ચૂક્યા છે. પોપ આઇકોન રિહાના, અભિનેતા-ગાયક દિલજીત દોસાંઝ અને અરિજિત સિંહ સહિત અન્ય લોકો પરફોર્મ કરવાના છે. ઉલ્લેખનીય છે કે આ પ્રી વેડિંગ ફંક્શન છે અને 12 જુલાઈએ મુંબઈમાં અનંત અને રાધિકાના લગ્નના થવાના છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Anant Radhika Merchant Pre wedding Anant Radhika Pre wedding video Anant Radhika pre wedding અનંત રાધિકા જામનગર પ્રી વેડિંગ સેરેમની અનંત રાધિકા પ્રી વેડિંગ Anant Radhika Merchant Pre-wedding

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ