બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / મનોરંજન / સંજય લીલા ભંસાલી પાસ થયા કે ફેલ? જાણો કેવી છે નેટફ્લિક્સ પર રિલિઝ થયેલી વેબ સિરીઝ હીરામંડી

Heeramandi Review / સંજય લીલા ભંસાલી પાસ થયા કે ફેલ? જાણો કેવી છે નેટફ્લિક્સ પર રિલિઝ થયેલી વેબ સિરીઝ હીરામંડી

Last Updated: 01:34 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણો કેવી છે મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ, શરમીન સહગલ, શેખર સુમન, ફરદીન ખાન, અધ્યયન સુમન અને ફરીદા જલાલની નેટફ્લિક્સ સીરિઝ 'હીરામંડી'.

સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેઈટેડ વેબ સિરીઝ હીરામંડી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે. સંજય લીલા ભણસાલીએ આ સિરીઝથી OTT પર ડેબ્યૂ કર્યું છે. આ સિરીઝના ભવ્ય સેટ્સથી લઈને તેના બજેટ સુધીની ઘણી બાબતને લઈને જબરદસ્ત ચર્ચાઓ ચાલી હતી. તેમણે દેવદાસથી લઈને ગંગુબાઈ કાઠિયાવાડી સુધીની ઘણી ફિલ્મોમાં તવાયફોની વાતો દર્શાવી છે, એવી જ રીતે આ સિરીઝમાં પણ તવાયફોની દુનિયા દર્શાવી છે. આ સિરીઝમાં સમાજની એ સ્ત્રીઓની વાત દર્શાવી છે જેના વિશે વાત કરવાનું હંમેશાથી ટાળવામાં આવ્યું છે.

જબરદસ્ત છે સ્ટારકાસ્ટ

'હીરામંડી: ધ ડાયમંડ બઝાર'માં જબરદસ્ત સ્ટારકાસ્ટ છે, આ સિરીઝમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ, શર્મિન સેહગલ, શેખર સુમન, ફરદીન ખાન, અધ્યાયન સુમન અને ફરીદા જલાલ છે. OTT પ્રોજેક્ટ્સ માટે મોટાભાગે એવા સ્ટાર્સને પસંદ કરવામાં આવે છે કે જેઓ ગુમનામીમાં હોય અથવા જેમની ચમક પહેલા કરતા ઓછી થઈ ગઈ હોય. હીરામંડીમાં પણ સંજય લીલા ભણસાલીએ આવા સ્ટાર્સને લઈને લાહોરની હીરામંડીને સ્ક્રીન પર રજૂ કરી છે.

heeramandi

'હીરામંડી: ધ ડાયમંડ બઝાર'ની વાત કરીએ તો આ વેબ સિરીઝમાં ફિમેલ સ્ટારકાસ્ટ સાથે હીરામંડીના છેલ્લા દિવસો બતાવવામાં આવ્યા છે. જો આપણે 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર' વિશે વાત કરીએ તો નેટફ્લિક્સ વેબ સિરીઝમાં મનીષા કોઈરાલા અને તેની સાથે જોડાયેલી મહિલાઓ દ્વારા હીરામંડીના મહિમાની છેલ્લી ક્ષણો બતાવવામાં આવી છે. વેબ સિરીઝમાં મનીષા કોઈરાલા અને સોનાક્ષી સિંહા વચ્ચે સત્તા માટેનો સંઘર્ષ જોવા મળે છે. તો શર્મિન સહગલ એક એવી છોકરીની વાર્તા દર્શાવે છે જે આ દુનિયાથી દૂર રહેવા માંગે છે.

અભિનેત્રીઓનો અભિનય વખાણવા લાયક

આ સિરીઝમાં સ્વતંત્રતાની લડાઈ માટે પોતાનો અવાજ ઉઠાવી રહેલા પાત્રો પણ છે, તો કેટલાક નવાબ છે જે મલ્લિકાજાનના દરવાજે આવે છે. સંજય લીલા ભણસાલીએ હીરામંડી દ્વારા એ સમયની વાર્તા બતાવી છે જે ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ વાર્તામાં પાત્રો અને ઘટનાઓ સુસંગત દેખાતા નથી. માત્ર પૈસાનો વૈભવ દેખાય છે અને દેખાય છે કે કોઈ પણ સામાન્ય વસ્તુને કેવી રીતે ભવ્ય બનાવી શકાય છે. હીરામંડીના એપિસોડ્સ ખૂબ જ લાંબા છે, પણ અભિનેત્રીઓનો અભિનય ખૂબ જ સારો છે.

વધુ વાંચો: જુલાઇમાં રિચા ચઢ્ઢાના ઘરે ગૂંજશે કિલકારીઓ, હીરામંડીનું પ્રમોશન પૂર્ણ થતા જ કામમાંથી લેશે બ્રેક

હીરામંડીના પાત્રો વિદ્યા બાલનની બેગમ જાનની યાદ અપાવે છે. જોકે બંનેની સ્ટોરી લાઇન સાવ અલગ છે. પરંતુ સંજય લીલા ભણસાલી એવા દિગ્દર્શક છે જે કાચને પણ હીરા તરીકે રજૂ કરવાની કુશળતા ધરાવે છે. તો હીરામંડીને જોઈને પણ એવો જ અહેસાસ થાય છે. પછી તે જે રીતે કેમેરા સાથે રમે છે તે બીજે ક્યાંય જોવા મળતું નથી. જો તમે સંજય લીલા ભણસાલીના ચાહક છો, તેમની કાલ્પનિક દુનિયા તમને ખૂબ આકર્ષે છે, તેમની માયાળુ દુનિયા તમને ખેંચે છે અને તમારી પાસે આઠ કલાકથી વધુ સમય છે, તો તમે આ વેબ સિરીઝને એકવાર જોઈ શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ