બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

VTV / ભારત / 'સેક્સ સ્કેન્ડલ નહીં સામૂહિક બળાત્કાર', 400 મહિલાઓ પર રેપ' પ્રજવ્લ રેવન્ના પર રાહુલ ગાંધી

કૌભાંડ પર રાજનીતિ / 'સેક્સ સ્કેન્ડલ નહીં સામૂહિક બળાત્કાર', 400 મહિલાઓ પર રેપ' પ્રજવ્લ રેવન્ના પર રાહુલ ગાંધી

Last Updated: 06:10 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના ચકચારી સેક્સ સ્કેન્ડલને લઈને મોટું નિવેદન આપ્યું છે.

કર્ણાટકમાં જેડીએસ સાંસદ અને ઉમેદવાર પ્રજવ્લ રેવન્ના અને તેના પિતા એચડી રેવન્નાના કથિત મોટા સેક્સ કૌભાંડને લઈને દેશમાં ચકચાર મચી રહી છે આ મુદ્દે ખૂબ રાજનીતિ થઈ રહી છે ત્યારે હવે રાહુલ ગાંધીએ પણ તેમાં ઝુકાવ્યું છે.

'પ્રજવ્લ રેવન્નાએ 400 મહિલાઓ પર રેપ કર્યો'

કર્ણાટકના શિવમોગામાં એક રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ કોઈ 'સેક્સ સ્કેન્ડલ નહીં, પરંતુ સામૂહિક બળાત્કાર' છે. ભાજપના દરેક નેતાને ખબર હતી કે પ્રજ્વલ રેવન્ના એક સામૂહિક બળાત્કારી છે, તેમ છતાં તેઓએ તેમને ટેકો આપ્યો, જેડી (એસ) સાથે જોડાણ બનાવ્યું. રાહુલ ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે હસન જેડી(એસ)ના સાંસદ પ્રજ્વલ રેવન્નાએ 400 મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેમના વીડિયો બનાવ્યા હતા.

દેશના સૌથી મોટા સેક્સ સ્કેન્ડલના કોણ આરોપી

દેશના સૌથી મોટા સેક્સ સ્કેન્ડલના આરોપી દેવગૌડાના પુત્ર એચડી રેવન્ના અને તેમના પૌત્ર પ્રજ્વલ રેવાન્ના છે. પ્રજ્વલ પર આરોપ છે કે તેણે પોતાના જ ઘરમાં અસંખ્ય છોકરીઓનું યૌન શોષણ કર્યું હતું એટલું જ નહીં, તેમના અશ્લીલ વીડિયો બનાવીને તેમને ડરાવવાનો પણ આરોપ છે. પ્રજ્વલના વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે.

3 હજાર અશ્લીલ વીડિયો સામે આવ્યા

યૌન શોષણનો ભોગ બનેલી છોકરીઓની સંખ્યા હજુ સુધી અસ્પષ્ટ છે, જ્યારે લગભગ 3,000 અશ્લીલ વીડિયો સામે આવ્યા છે. જેથી આ મામલો સામે આવતા જ રાજ્ય સરકારે એસઆઇટીની રચના કરીને તેની તપાસ શરૂ કરી દીધી છે, કૌભાંડ પ્રકાશમાં આવતાની સાથે જ આરોપી પ્રજ્વલ રેવન્ના દેશ છોડીને ભાગીને જર્મનીમાં છુપાયો છે.

નોકરાણી અને ડ્રાઈવરે બહાર લાવ્યાં પિતા-પુત્રનું સેક્સ કૌભાંડ

પ્રજ્વલ અને તેના પિતાનું સેક્સ કૌભાંડ બહાર લાવનાર મુખ્ય બે વ્યક્તિઓ હતા, એક તેના ઘરમાં કામ કરનાર મહિલા અને બીજો તેનો જુનો ડ્રાઈવર. કાર્તિક ગૌડા નામનો વ્યક્તિ રેવન્ના પરિવારનો જૂનો ડ્રાઇવર હતો. તેણે લગભગ 15 વર્ષ સુધી રેવન્ના પરિવારની કાર ચલાવી હતી. પરંતુ ધીરે ધીરે પ્રજ્વલ અને તેના પિતા એચડી રેવન્ના સાથેના તેના સંબંધો બગડવા લાગ્યા હતા. અને તેણે નોકરી છોડી દીધી. કાર્તિકના જણાવ્યા અનુસાર રેવન્ના પરિવારે તેની જમીન પર અતિક્રમણ કર્યું હતું અને જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે પ્રજ્વલે તેને અને તેની પત્નીને માર માર્યો હતો. રેવાન્ના પરિવારના કાળા કારનામાથી વાકેફ હોવાથી તેણે રેવાન્નાના અશ્લીલ વીડિયોથી ભરેલી એક પેન ડ્રાઇવ અલગ અલગ છોકરીઓ સાથે મેળવી હતી અને આ પેન ડ્રાઇવથી ભાજપના નેતા દેવરાજ ગૌડા સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ દેવરાજે કાર્તિકને વિશ્વાસમાં લઈને તેની પાસેથી પેનડ્રાઈવ લઈ લીધી હતી, જેમાં પ્રજ્વલના અસંખ્ય યુવતીઓ અને મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો કેદ થઈ ગયા હતા.

નોકરાણીએ શું ખુલાસા કર્યાં?

રેવન્નના ઘરમાં કામ કરનાર નોકરાણીએ એવું કહ્યું કે 2019માં જ્યારે રેવાન્ના પરિવારના દીકરાના લગ્ન થયા હતા ત્યારે તેને કામ માટે બોલાવવામાં આવી હતી અને તક મળતાં રેવન્ના તેને પોતાના રૂમમાં એકલો બોલાવતો હતો. પરિવારમાં બીજી છ મહિલાઓ કામ કરતી હતી, અને તે બધા ડરી ગઈ હતી. પત્ની ઘેર ન હોય ત્યારે રેવન્ના તેને સ્ટોર રુમમાં બોલાવીને ફ્રૂટ આપવાના બહાને છેડતી કરીને યૌન શૌષણ કરતો હતો. એટલું જ નહીં પરંતુ પોતાની દીકરી સાથે પણ વીડિયો કોલમાં અશ્લિલ વાતો કરતો હતો.

વધુ વાંચો : 'અમર બનવા 25 કુંવારી છોકરીઓ સાથે સેક્સ માણે છે તાનાશાહ કિમ જોંગ', બનાવી પ્લેઝર સ્ક્વોડ

પિતા-પુત્રના યૌન શૌષણનો ભોગ બનનાર છોકરીઓ કોણ હતી?

રેવન્નાનો ભોગ બનેલી મોટાભાગની છોકરીઓ અને મહિલાઓ એવી છોકરીઓ હતી જે રાજકીય મહત્વકાંક્ષા માટે અથવા કોઈ કામ માટે તેની મુલાકાત લેતી હતી. અત્યાર સુધીની માહિતી મુજબ આ યુવતીઓમાં જિલ્લા પંચાયતની સભ્યો, પોલીસકર્મીઓ અને અન્ય ઘણા સરકારી વિભાગોના કર્મચારીઓ હતી. રેવન્નાએ માત્ર આવી છોકરીઓનું યૌન શોષણ જ નથી કર્યું, પરંતુ તેમના વીડિયો પણ પોતાના મોબાઈલ ફોનથી શૂટ કર્યા છે. આમાંથી ઘણા વીડિયો એવા છે જેમાં કેટલીક છોકરીઓ રેવન્ના સાથે સહમત થઈ હતી તો બીજી કેટલીક વિરોધ કરતી જોવા મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ