ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા IPS અધિકારીનું રાજીનામું, ભાજપની સેન્સ પ્રક્રિયામાં ગયા
Last Updated: 11:26 AM, 8 April 2026
ADVERTISEMENT
IPS Manoj Ninama Resign : ગુજરાતમાં ફરી એકવાર બ્યુરોક્રેસીમાંથી રાજકારણમાં પ્રવેશ કરવાની ઘટના સામે આવી છે. વાસ્તમાં રાજ્યના ટ્રાફિક IG તરીકે ફરજ બજાવતા મનોજ નિનામાએ પોતાનું પદ છોડીને રાજકીય સફર શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમના આ નિર્ણયે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
વિગતો મુજબ મનોજ નિનામા વર્ષ 2006 બેચના IPS અધિકારી છે અને નિવૃત્તિ પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું છે. તેઓ અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારના જાબ ચિતરિયા ગામના વતની છે. સ્થાનિક સ્તરે તેમની સારી ઓળખ અને સામાજિક જોડાણોને ધ્યાનમાં રાખીને તેઓ હવે જાહેર જીવનમાં વધુ સક્રિય થવા માંગે છે.
ADVERTISEMENT
મીડિયા અહેવાલો મુજબ ભાજપ તરફથી તેઓ શામળાજી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ખાસ વાત એ છે કે, તેમણે અગાઉ ભાજપની સેન્સ પ્રક્રિયામાં ગોપનીય રીતે પોતાની દાવેદારી નોંધાવી હતી. જોકે સરકારી પદ પર હોવાના કારણે તેઓ ખુલ્લેઆમ તેમાં જોડાઈ શક્યા નહોતા.

ADVERTISEMENT
VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં શું કહ્યું મનોજ નિનામાએ ?
આ તરફ આજે VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં મનોજ નિનામાએ જણાવ્યું હતું કે, તેમણે પારિવારિક કારણોસર આ નિર્ણય લીધો છે, પરંતુ ભવિષ્યમાં સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવવાની તેમની ઇચ્છા છે. તેમણે એ પણ સંકેત આપ્યો કે યોગ્ય સમય આવતાં તેઓ મોટા સ્તરે રાજકીય જવાબદારી સંભાળી શકે છે.
ADVERTISEMENT
મનોજ નિનામાની રાજકીય સફર સાથે એક રસપ્રદ જોડાણ પણ સામે આવ્યું છે. રાજ્યના મંત્રી પી સી બરંડા અને મનોજ નિનામા બંને એક જ તાલુકાના વતની છે. બંનેએ સાથે અભ્યાસ કર્યો હતો અને 2006માં પોલીસ સેવાઓમાં જોડાયા હતા. તેમની ટ્રેનિંગ પણ સાથે જ પૂર્ણ થઈ હતી. હવે સંભાવના છે કે બંને રાજકારણમાં પણ સાથે આગળ વધશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT