ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠામાં તાંત્રિક વિધિના બહાને હિંદુ મહિલા પર પતિના મુસ્લિમ મિત્રોએ સામૂહિક દુષ્કર્મ કર્યું, અશ્લીલ ફોટા પાડ્યાં

ક્રાઇમ / બનાસકાંઠામાં તાંત્રિક વિધિના બહાને હિંદુ મહિલા પર પતિના મુસ્લિમ મિત્રોએ સામૂહિક દુષ્કર્મ કર્યું, અશ્લીલ ફોટા પાડ્યાં

Published By: Priykant Shrimali

Last Updated: 09:07 AM, 8 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha Crime : મહિલાનો આરોપ છે કે, તેની સાથે વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું, આ ઉપરાંત અન્ય આરોપીઓએ પણ મળીને સામૂહિક રીતે શારીરિક શોષણ કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Banaskantha Crime : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં એક મહિલાએ પાંચ લોકો સામે સામૂહિક દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચિંતા અને આક્રોશનું વાતાવરણ ઉભું કર્યું છે.

જાણો શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ પીડિત મહિલા અગાઉથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી હતી. આ દરમિયાન તે તેના પતિના મિત્રના સંપર્કમાં આવી, જેમણે સારવાર અને સહાયના બહાને તેની સાથે નજીકતા વધારી. વિશ્વાસ જીત્યા બાદ આરોપીએ મહિલાને પોતાના જાળમાં ફસાવી લીધી. આ સંબંધની જાણ થતાં જ મહિલાના વૈવાહિક જીવનમાં મતભેદ ઊભા થયા અને અંતે પતિ-પત્ની અલગ થઈ ગયા.

મહિલાએ શું લગાવ્યો આરોપ ?

આ તરફ મુખ્ય આરોપી સાથે રહેતી મહિલાનો આરોપ છે કે, તેની સાથે વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું. આ ઉપરાંત અન્ય આરોપીઓએ પણ મળીને સામૂહિક રીતે શારીરિક શોષણ કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આરોપીઓએ મહિલાના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને દબાણ હેઠળ સંબંધ જાળવવા મજબૂર કરી.

આ પણ વાંચો : મુસાફરોને મોટી રાહત, ST નિગમે ઓનલાઈન મુસાફર પાસ સેવા ફરી શરુ કરી, QR કોડથી પેમેન્ટ

આ સાથે મહિલાએ વધુમાં જણાવ્યું કે આરોપીઓએ તાંત્રિક વિધિના નામે તેની સાથે છેતરપિંડી કરી અને પછી તેને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું. તેને કલમા પઢાવવામાં આવી અને બુરખો પહેરવા માટે મજબૂર કરવામાં આવી હતી. લગભગ બે વર્ષ પહેલા તેને ઉનાવા નજીકની એક દરગાહ પર લઈ જઈ બળજબરીથી નમાઝ પણ પઢાવવામાં આવી હતી અને તેનું નામ પણ બદલવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.

આ મામલે થરાદ, ડીસા અને ધાનેરા વિસ્તારોના પાંચ આરોપીઓ અખ્તરશા ફકીર,આરીફ ફકીર,ઇલિયાસ ફકીર,દિલાવરસા જુનેજા,સાહિલ ફકીર સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કેસ દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha crime news Palanpur rape case forced conversion case

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ