ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મુસાફરોને મોટી રાહત, ST નિગમે ઓનલાઈન મુસાફર પાસ સેવા ફરી શરુ કરી, QR કોડથી પેમેન્ટ
Last Updated: 07:50 PM, 7 April 2026
ADVERTISEMENT
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસ.ટી.) દ્વારા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દૈનિક મુસાફરી કરતા લાખો મુસાફરોને રાહત આપતી ઓનલાઈન મુસાફર પાસ સેવા જે ટેક્નિકલ કારણોસર કેટલાક સમયથી બંધ હતી, હવે ફરી શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
નિગમે આ સેવા માટે ઇનહાઉસ સોફ્ટવેર ડેવલપ કરીને સિસ્ટમને વધુ સુવ્યવસ્થિત અને સરળ બનાવી છે. નવી વ્યવસ્થામાં મુસાફરો હવે ક્યુઆર કોડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી શકશે, જે પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવે છે.
એસ.ટી.નિગમ દ્વારા ઓનલાઈન મુસાફર પાસ સેવા પુનઃ શરૂ ! 🚌
— Harsh Sanghavi (@sanghaviharsh) April 7, 2026
- ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા દૈનિક મુસાફર પાસ યોજનામાં મુસાફરો માટે ઓનલાઈન પાસ સિસ્ટમ ટેક્નિકલ કારણોથી બંધ હતી તે નિગમ દ્વારા ઇનહાઉસ સોફ્ટવેર ડેવલપ કરી પુનઃ શરૂ કરવામાં આવી છે.
- હવેથી મુસાફર પાસનું પેમેન્ટ ક્યુઆર કોડથી…
ADVERTISEMENT
ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી મુસાફરો પોતાના નજીકના બસ સ્ટેશન પરથી મુસાફર પાસની પ્રિન્ટ મેળવી શકશે. આ સુવિધાથી રોજિંદા અપડાઉન કરતા મુસાફરોને લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી કેવી રીતે થશે? ભાજપે જાહેર કર્યો મહત્વનો નિર્ણય
ADVERTISEMENT
લોકલ તેમજ એક્સપ્રેસ બસમાં મુસાફરી કરતા અંદાજે 2 લાખથી વધુ મુસાફરોને આ નવી વ્યવસ્થાથી સીધી રીતે લાભ મળશે. નિગમના આ પગલાને મુસાફરો માટે સમય બચાવનાર અને સુવિધાજનક ગણાવવામાં આવી રહ્યું છે. આ પહેલ ડિજિટલ ગુજરાત તરફનું એક વધુ મજબૂત પગલું માનવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કર્મચારીઓ માટે આવી ખુશખબરી, 8મું પગારપંચ લાગુ થતા જ થશે આ ફાયદો!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / કર્મચારીઓ માટે આવી ખુશખબરી, 8મું પગારપંચ લાગુ થતા જ થશે આ ફાયદો!
ADVERTISEMENT