ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી કેવી રીતે થશે? ભાજપે જાહેર કર્યો મહત્વનો નિર્ણય

ગાંધીનગર / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી કેવી રીતે થશે? ભાજપે જાહેર કર્યો મહત્વનો નિર્ણય

Published By: Vishal Khamar

Last Updated: 06:55 PM, 7 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજ્યનો મહાજંગ વચ્ચે ભાજપે મોટો નિર્ણય કર્યો છે. ટિકિટની વહેંચણી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ADVERTISEMENT

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ટિકિટ વહેંચણી બાબતે મહત્વનો નિર્ણય લીધો છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે હવે ટિકિટ ફાળવણી રોસ્ટર સિસ્ટમના આધારે કરવામાં આવશે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં મોટા બદલાવ જોવા મળી શકે છે.

નવા નિયમ મુજબ, જે વોર્ડ માટે રોસ્ટર લાગુ પડશે, ત્યાં તે જ વોર્ડના સ્થાનિક કાર્યકર્તાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. આ નિર્ણયથી ઘણા કાર્યકર્તાઓ માટે રાજકીય તકનો દરવાજો ખુલશે અને અનેક નવા ચહેરાઓને ચૂંટણીમાં મોકો મળશે. કેટલાક વોર્ડમાં તો આ નિર્ણયને કારણે કાર્યકર્તાઓ માટે “લોટરી” સમાન સ્થિતિ ઊભી થશે.

બીજી તરફ, આ ફેરફારનો અસર વર્તમાન કોર્પોરેટર્સ પર પણ જોવા મળશે. રોસ્ટર સિસ્ટમ લાગુ થતાં અનેક હાલના કોર્પોરેટર્સની ટિકિટ કપાઈ શકે છે, જે પાર્ટીના અંદરના સમીકરણોને બદલાવી શકે છે.

ઉપરાંત, OBC અને SC-ST અનામતના કારણે પણ વોર્ડોની રચનામાં ફેરફાર થશે. અનામતના નિયમો મુજબ ઉમેદવારી ફાળવાતા, કેટલીક જગ્યાએ જૂના નેતાઓને નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

સૌથી મહત્વની બાબત એ છે કે, રોસ્ટર પ્રમાણે કાર્યકર્તાઓ અથવા કોર્પોરેટર્સને અન્ય વોર્ડમાંથી ટિકિટ મેળવવાની તક નહીં મળે. એટલે કે, દરેક ઉમેદવારને પોતાના જ વોર્ડમાં રાજકીય સમીકરણ મજબૂત બનાવવું પડશે.

આ પણ વાંચોઃ મહીસાગરમાં વરસાદ સાથે કરા પડતા બરફની ચાદર પથરાઈ, રસ્તા પર ફરી વળ્યા પાણી

આ નિર્ણયથી ભાજપમાં આંતરિક સ્પર્ધા વધવાની શક્યતા છે, સાથે જ સ્થાનિક સ્તરે નવી નેતાગીરીને પ્રોત્સાહન પણ મળશે. હવે જોવાનું એ રહેશે કે આ નવી નીતિ ચૂંટણીના પરિણામો પર કેટલો અસરકારક સાબિત થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Local body elections Gujarat BJP Jagdish Vishwakarma

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ