ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહીસાગરમાં વરસાદ સાથે કરા પડતા બરફની ચાદર પથરાઈ, રસ્તા પર ફરી વળ્યા પાણી
Last Updated: 06:42 PM, 7 April 2026
ADVERTISEMENT
મહેસાણાના ઊંઝામાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થવા પામી હતી. વિસનગર, ઊંઝા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસી પલળતા નુકસાન થવા પામ્યું છે. ઉંઝા ગંજ બજારમાં ખુલ્લામાં રાખેલ માલ પલળ્યો હતો. માલ પલળતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન થવા પામ્યું હતું. માર્કેટયાર્ડમાં હાલમાં મસાલા પાકની સિઝન ચાલી રહી છે. મોઢેરા ચોકડી, દેડિયાસણ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો.
ADVERTISEMENT

પાણીમાં વહેવા લાગ્યો એરંડાનો પાક
ADVERTISEMENT
ગાંધીનગરના માણસામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. માણસા એપીએમસીમાં પાણી ભરાઈ જતા એરંડાના પાકને નુકસાન થવા પામ્યું હતું. અચાનક વરસાદ પડવાથી એરંડાનો પાક પાણીમાં વહેવા લાગ્યો હતો.
આ પણ વાંચોઃ આ વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન, ગાજવીજ-કરા સાથે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
ADVERTISEMENT
બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામે વરસાદ વરસ્યો
મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદ સાથે કરા પડતા બરફની ચાદર છવાઈ તેવા દ્રશ્યો સર્જાયા હતા. બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામે વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વરસાદને કારણે રોડ પર પાણી ફરી વળ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.