ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આ વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન, ગાજવીજ-કરા સાથે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Last Updated: 05:29 PM, 7 April 2026
ADVERTISEMENT
રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત આકાશી આફતના એંધાણ દેખાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજેતરમાં માવઠાની આગાહી કરી છે, જેને કારણે ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.
ADVERTISEMENT
પાકને નુકસાન થવાની શક્યતા
હવામાન વિભાગના અનુમાન મુજબ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેનાથી પાકને નુકસાન થવાની શક્યતા છે.
ADVERTISEMENT
ગાજવી સાથે વરસાદ તેમજ કરા પડવાની શક્યતા
ADVERTISEMENT
કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તેમજ કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં અચાનક ફેરફાર આવી શકે છે, જે ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર, આણંદ-ખેડામાં ગાજવીજ સાથે ભારે વરસાદ, વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડી
ADVERTISEMENT
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે
રાજ્યના મોટા શહેરો જેમ કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાનના આ બદલાવને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ ખેડૂતોને સાવચેત રહેવા, પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અને તાત્કાલિક અસરકારક વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. આવતા દિવસોમાં હવામાનની સ્થિતિ પર નજર રાખવી અત્યંત જરૂરી બની છે, કારણ કે આ પ્રકારના માવઠા ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.