ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગાંધીનગર, આણંદ-ખેડામાં ગાજવીજ સાથે ભારે વરસાદ, વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડી
Last Updated: 05:12 PM, 7 April 2026
ADVERTISEMENT
વડોદરાના સાવલીમાં કમોસમી વરસાદી માહોલ છવાયો હતો. ધીમે ધારે વરસાદ આવતા વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. અચાનક વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. તૈયાર પાકને નુકસાન થવાની ભીંતી વધી છે. શાકભાજી, બાજરી, તમાકુ જેવા પાકોને નુકસાન થવાની શક્યતાઓ છે. વરસાદ ચાલુ રહ્યો તો નુકસાન વધવાની શક્યતાઓ છે.
ADVERTISEMENT
માતરના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ
ADVERTISEMENT
ખેડા જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો છે. માતરના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ શરૂ થયો છે. ભલાડા, સીંજીવાડા અને પરીએજ ગામે વરસાદી ઝાપટા પડ્યા હતા. જિલ્લાના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સમગ્ર પંથકમાં ભર ઉનાળે અષાઢી જેવો માહોલ જામ્યો છે. ખેડા જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો હતો.
ADVERTISEMENT
પ્રાંતિજના મજરા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો
સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. હિંમતનગર, તલોદ, પ્રાંતિજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યો હતો. પ્રાંતિજ મજરા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજના મજરા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજના મજરા-ચંદ્રાલા હાઈવે પર ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને લઈ ખેડૂતો, ઈંટ ઉત્પાદકો ચિંતામાં આવી જવા પામ્યા હતા.
ADVERTISEMENT

ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ
ADVERTISEMENT
પંચમહાલના ગોધરામાં ભારે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગોધરા સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો. ભારે વરસાદના કારણે ગોધરાના રસ્તાઓ પાણીપાણી થયા હતા. તેમજ ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર થવા પામી હતી.
આ પણ વાંચોઃ ખાડિયાને પાકિસ્તાન નહી બનવા દઈએ-ભૂષણ ભટ્ટ, કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખનું નિવેદન
ADVERTISEMENT
કમોસમી વરસાદથી બાગાયત પાકોમાં નુકશાનની ભિતિ
ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. શહેર સહિત જિલ્લામાં ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો હતો. કમોસમી વરસાદથી બાગાયત પાકોમાં નુકસાનની ભિતી સેવાઈ રહી છે. શહેરના અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીંતિ સેવાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.