ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખાડિયાને પાકિસ્તાન નહી બનવા દઈએ-ભૂષણ ભટ્ટ, કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખનું નિવેદન

VIDEO / ખાડિયાને પાકિસ્તાન નહી બનવા દઈએ-ભૂષણ ભટ્ટ, કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખનું નિવેદન

Published By: Vishal Khamar

Last Updated: 03:35 PM, 7 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તો કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે પણ ભૂષણ ભટ્ટના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી.

ADVERTISEMENT

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. કોંગ્રેસ, ભાજપ અને આપ દ્વારા તેના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ગત રોજ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ચૂંટણી પ્રચાર દરમ્યાન વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.

ખાડિયા દરિયાપુર અને શાહપુરની બેઠક ભાજપ હારી રહ્યું છેઃ ગ્યાસુદ્દીન

ભાજપ નેતા ભૂષણ ભટ્ટના નિવેદન પર કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપ વિધાનસભા હોય કે લોકસભા તેમાં ધર્મની રાજનીતિ કરતું હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રાથમિક સુવિધાની વાત કરવાની હોય છે. ભાજપ સ્થાનિક સ્વરાજ્યમાં ધર્મની વાત કરે છે. SIR માં બોગસ મતદારોના નામ નીકળી ગયા છે. ખાડિયા દરિયાપુર અને શાહપુરની બેઠક ભાજપ હારી રહ્યું છે.

હિન્દુ મુસ્લિમ સાથ ચલેગા કોટ વિસ્તારમે કોંગ્રેસ કા રાજ ચલેગાઃ ગ્યાસુદ્દીન

તેમજ 28 તારીખે મારા શબ્દો યાદ રાખઝો ભાજપ ત્રણ બેઠક પર હારી રહ્યું છે. જે સ્થિતિ દરિયાપુર અને ખાડિયામાં થઈ તેનો ડર છે ભાજપને. ખાડિયામાં ઈમરાન ખેડાવાલાને હિન્દુ મત મળી રહ્યા છે. હિન્દુ મુસ્લિમ સાથ ચલેગા કોટ વિસ્તારમે કોંગ્રેસ કા રાજ ચલેગા. પુત્રને લડાવવાની રાજનીતિ કરી રહ્યા હતા. પણ હવે તેનો મેળ આવે તેમ નથી. આગામી 70 વર્ષ બાદ ભાજપ ખાડિયા હાર્યું છે તેવું જોવા મળશે. યુત્રને લોન્ચ કરવાનો છે પણ તેનો ફીયાસ્કો થવાનો છે. રોડ ડ્રેનેજની વાતમાં પાકિસ્તાન લાવે છે. મુસ્લિમનો મે ના બોલે તો ભાજપ જીતી શકતું નથી.

આ પણ વાંચોઃ સુરતના પલસાણામાં સ્વામિનારાયણ મંદિર કેમ્પસમાં યુવતીનો આપઘાત, કારણ અકબંધ

ખાડિયાને અમે પાકિસ્તાન ક્યારેય નહીં બનવા દઈએ: ભૂષણ ભટ્ટ

ગુજરાતમાં ચૂંટણીના પ્રચારમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે. અમદાવાદમાં પૂર્વ ધારાસભ્યએ ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો. ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પાકિસ્તાનનું નામ લઈને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. ખાડિયાને અમે પાકિસ્તાન ક્યારેય નહી બનવા દઈએ. ખાડિયામાં ભલે ઓછા છીએ પણ એક છીએ. ખાડિયામાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભૂષણ ભટ્ટનું નિવેદન સામે આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khadia Local Government Elections Former MLA Bhushan Bhatt

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ