બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના પલસાણામાં સ્વામિનારાયણ મંદિર કેમ્પસમાં યુવતીનો આપઘાત, કારણ અકબંધ

દુઃખદ / સુરતના પલસાણામાં સ્વામિનારાયણ મંદિર કેમ્પસમાં યુવતીનો આપઘાત, કારણ અકબંધ

Vishal Khamar

Last Updated: 10:54 PM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના પલસાણા વિસ્તારમાં આવેલ સ્વામિનાયારણ મંદિર કેમ્પસમાં યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. યુવતીના પિતા છેલ્લા 11 વર્ષથી મંદિરમાં સેવા આપી રહ્યા છે. પોલીસે ગુનો નોંધી યુવતીએ આવું કેમ કર્યું તે દિશામાં તપાસ શરૂ કરી છે.

સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર કેમ્પસમાં એક યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

માતા-પિતા સાથે મંદિર કેમ્પસમાં જ રહેતી હતી યુવતી

પ્રાથમિક માહિતી અનુસાર, યુવતી પોતાના માતા-પિતા અને ભાઈ સાથે મંદિરના કેમ્પસમાં જ રહેતી હતી. યુવતીના પિતા છેલ્લા લગભગ 11 વર્ષથી મંદિરમાં સેવા આપી રહ્યા છે. તેઓ મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને પરિવાર લાંબા સમયથી અહીં વસવાટ કરી રહ્યો હતો.

ઘટનાના દિવસે યુવતીએ પોતાના રહેવા સ્થળે જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પરિવારજનો અને મંદિર સંચાલકોને ઘટનાની જાણ થતા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.

પરિવારજનોનાં નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ

હાલ સુધી યુવતીએ આ પગલું કેમ ભર્યું તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને આસપાસના લોકો તથા પરિવારજનોના નિવેદનો લઈ રહી છે.

આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, આ મોટા નેતાએ આપ્યું રાજીનામું

પોલીસે તપાસ શરૂ કરી

આ દુઃખદ બનાવે સમગ્ર વિસ્તારમાં ચિંતા અને શોકનું વાતાવરણ ઉભું કર્યું છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ આત્મહત્યાના કારણ અંગે સ્પષ્ટ માહિતી મળી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Swaminarayan Temple Surat Surat News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ