બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, આ મોટા નેતાએ આપ્યું રાજીનામું
Last Updated: 09:47 PM, 6 April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ ટિકિટ વાંચ્છુક ઉમેદવારો દ્વારા ટિકિટ મેળવવા માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમજ રાજકીય પક્ષો પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેટલાક કાર્યકર્તાઓ દ્વારા તેઓને ટીકીટ ન મળતા તેઓ પક્ષ પલ્ટો અથવ તો પક્ષમાંથી રાજીનામું આપીને પાર્ટીને દબાણમાં લાવવા પ્રયત્નો કરી રહ્યા છે. આજે અમરેલીમાં ભાજપના મહિલા સદસ્ય દ્વારા એકાએક રાજીનામું ધરી દેતા અમરેલી જિલ્લા ભાજપમાં સોંપો પડી જવા પામ્યો હતો.
ADVERTISEMENT

2021 ઝીંઝુંડા બેઠક પરથી જીત્યા હતા
ADVERTISEMENT
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમરેલી ભાજપને ઝટકો લાગ્યો છે. જિલ્લા પંચાયતના સભ્ય હેમાક્ષી રાદડિયાએ ભાજપમાંથી અચાનક રાજીનામું આપી દેતા અમરેલી જિલ્લા ભાજપમાં સોંપો પડી જવા પામ્યો હતો. હેમાક્ષી રાદડિયાએ પતિ સાથે ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને રાજીનામાનો પત્ર મોકલ્યો હતો. ટિકિટ કપાવાના ભયના કારણે રાજીનામું આપ્યું હોવાની સંભાવને સેવાઈ રહી છે. વર્ષ 2021 માં જિલ્લા પંચાયતની મોટા ઝીંઝુંડા બેઠક પરથી હેમાક્ષી રાદડિયા જીત્યા હતા.

ADVERTISEMENT
પક્ષમાં અન્યાય થતો હોવાનો પત્રમાં કર્યો ઉલ્લેખ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો થવા પામ્યો છે. પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. ઈકબાલ શેખે લખેલ પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે, પક્ષમાં અન્યાય થતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સિનિયર હોવા છતાં છેલ્લી ઘડી સુધી મેન્ડેટ ન મળવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. ગોમતીપુરમાંથી 5 ટર્મ કોર્પોરેટર તરીકે સેવા બજાવી હતી. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ઈકબાલ શેખ AIMIM માં જોડાશે. ઈકબાલ શેખે અસદુદ્દીન ઓવૈસી સાથે મુલાકાત કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ચોટીલા હાઈવે પર ભયાનક અકસ્માત,મોરબીના મહંત-પત્નીનું ઘટનાસ્થળે કરૂણ મોત
કોંગ્રેસ મહામંત્રી સિરાજ ખેભરે આપ્યું રાજીનામું
ADVERTISEMENT
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઉપલેટા તાલુકા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા ભંગાણ થયું હતું. કોંગ્રેસ મહામંત્રી સિરાજ ખેભરે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં મહામંત્રી તરીકે છેલ્લા 4 વર્ષથી સક્રિય હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.