ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દ્વારકામાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ બાદ કર્યો હુમલો, પાંચ સામે ગુનો નોંધાયો

હુમલો / દ્વારકામાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ બાદ કર્યો હુમલો, પાંચ સામે ગુનો નોંધાયો

Published By: Priyankka Triveddi

Last Updated: 09:35 AM, 22 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka News: દ્વારકામાં પ્રેમ પ્રકરણને લઈને એક ગંભીર મારામારી અને અપહરણની ઘટના સામે આવી છે.

ADVERTISEMENT

Dwarka News: દ્વારકા જિલ્લામાં પ્રેમ પ્રકરણને લઈને એક ગંભીર મારામારી અને અપહરણની ઘટના સામે આવી છે. પટેલકા ગામના ખીમાભાઈ ચાવડા નામના યુવકને પાંચ શખ્સોએ મળીને પહેલા બોલાવી અને પછી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ હંજડાપર ગામના પાટિયા પાસે યુવકને બોલાવવામાં આવ્યો હતો. જ્યાં આરોપીઓએ તેને ઘેરી લઈને મારપીટ શરૂ કરી હતી. અચાનક થયેલા હુમલાથી યુવકને ગંભીર ઇજા પહોંચી હતી.

અપહરણ કરી ખંભાળિયા લઈ જઈ વધુ મારપીટ

ફરિયાદ અનુસાર આરોપીઓએ ખીમાભાઈનું અપહરણ કરી તેને રીક્ષામાં બેસાડી ખંભાળિયા લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ ફરીથી તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ નિર્દયી રીતે માર મારતા યુવકના બન્ને હાથ અને પગમાં ફ્રેક્ચર થઈ ગયાનું જણાવાયું છે. ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ છે.

Dwarka-Case

ફરિયાદીનું કહેવું છે કે

" તેમની છોકરીએ મને કહ્યું હતું કે તેને માંરી સાથે લગ્ન કરવા છે અને મારે ત્યાં 25-30 લોકો આવ્યા અને મને મારીને અધમૂઓ કરી નાખ્યો પછી રિક્ષામાં બેસાડીને ખંભાળિયા લઈ ગયા અને ત્યાં લઈ ગયા પછી પણ મને ખૂબ માર મારવામાં આવ્યો."

આ પણ વાંચો: કેશોદમાં ધોળા દિવસે લૂંટ, હનુમાન મંદિર પાસે યુવાનને ધમકાવી રોકડ લૂંટી ફરાર

vtv app promotion

5 આરોપીઓ સામે ગુનો નોંધાયો

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા જયેશ સોલંકી, નરેશ સોલંકી, અશ્વિન સોલંકી, કેતન સોલંકી અને દુદા ચાવડા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રેમ પ્રકરણને કારણે આ હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપવા માટે તપાસ શરૂ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરાઈ રહી છે. સ્થાનિકોમાં આ બનાવને લઈને રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dwarka Assault Case Love Affair Dispute Dwarka News

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ