ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કેશોદમાં ધોળા દિવસે લૂંટ, હનુમાન મંદિર પાસે યુવાનને ધમકાવી રોકડ લૂંટી ફરાર

જૂનાગઢ / કેશોદમાં ધોળા દિવસે લૂંટ, હનુમાન મંદિર પાસે યુવાનને ધમકાવી રોકડ લૂંટી ફરાર

Published By: Priyankka Triveddi

Last Updated: 08:42 AM, 22 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh News: જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ગંભીર ઘટના સામે આવી છે.

ADVERTISEMENT

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં પીપળિયા નગર વિસ્તારમાં દાતારિયા હનુમાન મંદિર નજીક બે મિત્રોને નિશાન બનાવી જીવલેણ હુમલો અને લૂંટ ચલાવવાની ઘટના બનતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. કેશોદમાં ધોળા દિવસે બનેલી લૂંટની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ હિંમત બતાવી લાકડી, ધોકા અને હથિયાર વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટના બહાર આવતા જ પોલીસ તંત્ર સક્રિય બન્યું અને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે.

keshod-victimn

સ્કોર્પિયો ગાડીમાં આવી ધમકી આપી લૂંટ ચલાવી

મળતી માહિતી મુજબ પીપળિયા નગરમાં રહેતા મીત રાજુભાઈ શિંગાળાને કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણ શખ્સોએ અટકાવ્યા હતા. આરોપીઓએ લોખંડની પાઈપ, ધોકા અને છરીની અણીએ ધમકાવી તેમને માર મારી અંદાજે રૂ. 8900 જેટલી રોકડ રકમ લૂંટી લીધી હતી. અચાનક થયેલા હુમલાથી યુવાનો ઘાયલ થયા હતા અને વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ભોગ બનનાર યુવાને હિંમત દાખવી પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

keshod-aaropi

પોલીસની તાત્કાલિક કાર્યવાહી, ત્રણેય આરોપી ઝડપાયા

ફરિયાદના આધારે પોલીસે પ્રિન્સ ભેડા, યુવદીપ ભેડા અને યશપાલ હડિયા સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મોજશોખ માટે લૂંટ અને મારપીટ કરતા હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં એ પણ ઉલ્લેખ છે કે આરોપીઓ નશીલા પદાર્થોનું સેવન કરતા હોવાનું તથા અગાઉ પણ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહ્યા હોવાની શંકા છે. હાલ પોલીસે આરોપીઓની પુછપરછ શરૂ કરી વધુ માહિતી મેળવવાની કાર્યવાહી ચાલુ રાખી છે.

આ પણ વાંચો: કોમનવેલ્થ 2030ને પગલે અમદાવાદમાં ટ્રાફિક માટે કડક પગલાં, શહેરમાં લક્ઝરી-ST બસોની એન્ટ્રી બંધ

vtv app promotion

સ્થાનિકોમાં રોષ, કડક કાર્યવાહી કરવાની માંગ

આ ઘટનાને લઈને કેશોદ શહેરમાં નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે છેલ્લા સમયમાં શહેરમાં ગુનાખોરીની ઘટનાઓમાં વધારો થયો છે, જે ચિંતાજનક છે. ખાસ કરીને મંદિર નજીક અને રહેણાંક વિસ્તારમાં આવી ઘટના બનવી ગંભીર બાબત ગણાઈ રહી છે. સ્થાનિકોએ પોલીસ તંત્ર પાસે કડક પગલાં લેવા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ અધિકારીઓએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલિંગ વધારવાની તેમજ આવા તત્વો સામે કડક પગલાં ભરવાની ખાતરી આપી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Keshod Robbery Case Hanuman Temple Attack Junagadh Crime news

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ