બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોમનવેલ્થ 2030ને પગલે અમદાવાદમાં ટ્રાફિક માટે કડક પગલાં, શહેરમાં લક્ઝરી-ST બસોની એન્ટ્રી બંધ
Last Updated: 07:54 AM, 22 February 2026
Ahmedaabd AMC News: અમદાવાદમાં 2030 માં યોજાનાર કોમનવેલ્થ સુધીમાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે અને શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ઘટાડવા માટે હવે લક્ઝરી બસો અને એસટી (GSRTC)ની બસોને શહેરની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. આ બસો હવે માત્ર એસજી હાઈવે અને એસપી રિંગ રોડ સુધી જ આવશે. ત્યાંથી મુસાફરોને AMTS, BRTS અને મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવો પડશે. આ આયોજનથી શહેરના મુખ્ય રસ્તાઓ પર ભારે વાહનોની અવરજવર ઘટશે અને ટ્રાફિક હળવો બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
'AmdavadNXT' નામની જાહેર એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના શહેરી વિકાસ મંત્રી અને અસાવવાના ભાજપ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે 2030ની કોમનવેલ્થ ગેમ્સને સફળ બનાવવા માટે શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવામાં આવશે. હાલમાં શહેરમાં AMTS, BRTS અને Gujarat Metro Rail Corporation દ્વારા મેટ્રો સેવા કાર્યરત છે. લોકો વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે માટે અપીલ કરવામાં આવી છે. શહેરમાં વસ્તી દિવસે દિવસે વધી રહી છે. એક જ ઘરમાં ચાર લોકો અને ચાર વાહનો હોય તો ટ્રાફિક સમસ્યા વધે છે. જો લોકો ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહન અપનાવે તો ટ્રાફિકમાં મોટો ઘટાડો શક્ય છે. અમદાવાદ મેટ્રો સિટી તરીકે વિકસી રહ્યું છે, તેથી અન્ય મહાનગરોની જેમ આયોજનબદ્ધ પરિવહન વ્યવસ્થા જરૂરી બની છે.
ADVERTISEMENT
જાહેર પરિવહન અંગે જાગૃતિ લાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવરફ્રન્ટ હાઉસમાં 21થી 23 ફેબ્રુઆરી સુધી સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી એક્ઝિબિશન યોજાયું છે. આ કાર્યક્રમ તમામ નાગરિકો માટે ખુલ્લો રહેશે. આ પહેલનો હેતુ શહેરમાં સર્વસમાવેશક, જલવાયુ-સહનક્ષમ અને લોકો કેન્દ્રિત મોબિલિટી અંગે ચર્ચા કરવાનું છે. 2023 અને 2030માં આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલોત્સવોને ધ્યાનમાં રાખીને શહેરના રોડ, ફૂટપાથ અને અન્ય સુવિધાઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. વિદેશી પ્રતિનિધિઓ અમદાવાદ આવે ત્યારે શહેરની સકારાત્મક છબી ઉભી થાય તે માટે સરકાર અને AMC દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: રાજકોટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપ કાર્યકરોના ઉગ્ર દેખાવો
E-Bus અને નવી મેટ્રો લાઇનથી AQI સુધારવાનો પ્રયાસ
ADVERTISEMENT
અમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રમોદીના 2070 સુધી ‘નેટ ઝીરો’ લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને શહેરમાં 3000થી વધુ ઈ-બસો દોડાવવાનું આયોજન છે. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે વાહન વેરામાં 100 ટકા મુક્તિ આપવામાં આવી છે. MyByk જેવી સેવાઓ દ્વારા પણ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સુધારવા માટે એરપોર્ટ અને ગિફ્ટ સિટીને જોડતી ચાર નવી મેટ્રો લાઇનનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. 2030ની કોમનવેલ્થ અને 2036ની ઓલિમ્પિક્સ માટે બીડિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ શહેરનું પરિવહન અને પર્યાવરણ સુધારવા માટે વાયબિલિટી ગેપ ફંડિંગની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.