ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપ કાર્યકરોના ઉગ્ર દેખાવો
Last Updated: 08:33 PM, 21 February 2026
ADVERTISEMENT
રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે આજે ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુધ્ધ પોસ્ટર દર્શાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. ભાજપના કાર્યકરો વિરોધ બાદ કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવો કરવા આગળ જતા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્તથી કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચી શક્યા ન હતા. પોલીસે ભાજપના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.
ADVERTISEMENT

કોંગ્રેસ કાર્યકરો દ્વારા પણ દેખાવો
ADVERTISEMENT
રાજકોટમાં ભાજપના કાર્યકરોના વિરોધની સામે કોંગ્રેસના કાર્યકરોએ પણ દેખાવો કર્યા હતા. એનએસયુઆઇ દ્વારા પીએમ મોદીના પોસ્ટરને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ખોટું થશે સાચું! રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિને કરાશે જમીનદોસ્ત
નોધનીય છે કે, દિલ્હીના ભારત મંડપમ ખાતે એઆઇ સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા વિરોધ નોધાવાયો હતો. આને દેશની છબી ખરડવાનો પ્રયાસ ગણાવીને ઠેર-ઠેર ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યુ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો