ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ખોટું થશે સાચું! રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિને કરાશે જમીનદોસ્ત

ગુજરાત / ખોટું થશે સાચું! રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિને કરાશે જમીનદોસ્ત

Published By: Jinal Chauhan

Last Updated: 01:21 PM, 21 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારથી મહાનગરપાલિકા દ્વારા 1400થી વધુ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાશે. 1500 પોલીસકર્મી અને 1200 મનપાનો સ્ટાફ સાથે તંત્રે વિશાળ મેગા ડિમોલિશન માટે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ADVERTISEMENT

રાજકોટ શહેરમાં આવનાર સોમવારે મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા વિશાળ ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામા આવશે. જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા અને ટી.પી. રોડ પર વર્ષોથી ઉભેલા 1492 જેટલા ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે. આ કાર્યવાહી શહેરના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ગણાઈ રહી છે.

શનિવારે શક્તિ પ્રદર્શન

ડિમોલિશન પહેલા શનિવારે તંત્રએ વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ દ્વારા એલર્ટ આપ્યું છે. ભક્તિનગર સર્કલ નજીક આવેલી શેઠ હાઈસ્કૂલને અસ્થાયી પોલીસ કેમ્પમાં ફેરવી દેવામાં આવી છે. અહીં મનપાના આશરે 1200 અને પોલીસ વિભાગના 1500 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. કુલ મળીને 2700થી વધુ સ્ટાફ ઓપરેશન માટે તૈનાત કરાયો છે.

જંગલેશ્વર વિસ્તારની 78 સોસાયટીઓને સાત અલગ રૂટમાં વહેંચી દેવામાં આવી છે. અધિકારીઓની ટીમો સાંજ સુધી ઘરે-ઘરે જઈને લોકોને મકાન અને સામાન ખાલી કરવા અંતિમ સૂચના આપી રહ્યા છે. તંત્રનો હેતુ છે કે કામગીરી દરમિયાન કોઈ તણાવ, વિરોધ અથવા જાનહાનિ ન થાય.

સોમવારથી શરૂ થશે તોડફોડ

મહાનગરપાલિકાએ અગાઉ જ જાહેર કર્યું હતું કે 23 ફેબ્રુઆરીની સવારથી આજી નદીના કાંઠે આવેલા તમામ દબાણો દૂર કરવામાં આવશે. આજી નદીનો પટ્ટો અને નગર રચના યોજના (TP) નંબર 6 હેઠળનો 15 મીટરનો રોડ. કુલ 1492 ગેરકાયદે મિલકતો હટાવાશે. જો લોકો સ્વેચ્છાએ મિલકત ખાલી નહીં કરે તો બુલડોઝર દ્વારા સીધી કાર્યવાહી થશે.તંત્રએ સ્પષ્ટ કરી દીધું છે કે કાર્યવાહી દરમિયાન થનારા કોઈપણ નુકસાન માટે પ્રશાસન જવાબદાર નહીં રહે. આ નિર્ણય કડક પણ જરૂરી ગણાવવામાં આવી રહ્યો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 'ભવનાથમાં પોલિટિક્સ' કીર્તિ પટેલે બીજો વીડિયો વાયરલ કરી ઈન્દ્રભારતી બાપુ પર લગાવ્યા આરોપ

આ મેગા ઓપરેશન માટે મનપાના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો, દબાણ હટાવ શાખા અને વિજિલન્સ ટીમો સતત મોનીટરીંગ કરી રહી છે. સાથે જ પોલીસ કમિશનર કચેરી દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તંત્રનું માનવું છે કે આજી નદીના પુનઃજીવન અને માર્ગ વ્યવસ્થા સુધારવા માટે દબાણ દૂર કરવું અનિવાર્ય છે. શહેર વિકાસના દ્રષ્ટિકોણથી આ કામગીરી મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RMC action Illegal properties removal Rajkot Jangleshwar demolition

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ