ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ભવનાથમાં પોલિટિક્સ' કીર્તિ પટેલે બીજો વીડિયો વાયરલ કરી ઈન્દ્રભારતી બાપુ પર લગાવ્યા આરોપ
Last Updated: 12:07 PM, 21 February 2026
ADVERTISEMENT
Kirti Patel Video : શિવરાત્રીના મહામેળામાં જુનાગઢના મૃગિકુંડમાં સ્નાનનો વિવાદ હવે ફરી ચર્ચામાં આવ્યો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર સક્રિય રહેનારી કીર્તિ પટેલને અગાઉ મૃગિકુંડમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ હવે ફરી કીર્તિ પટેલે એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુ પર ગંભીર આક્ષેપ કર્યા છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર વિવાદ?
કીર્તિ પટેલનો દાવો છે કે તેમને મૃગિકુંડમાં સ્નાન કરવાની પરવાનગી આપવામાં આવી નહોતી, કારણ કે તેઓ ઇન્દ્રભારતી બાપુની શિષ્યા નથી. વીડિયોમાં તેમણે કહ્યું કે, ભવનાથ વિસ્તારમાં આંતરિક રાજકારણ ચાલી રહ્યું છે અને ચોક્કસ લોકોને ખાસ સુવિધા આપવામાં આવે છે.
ADVERTISEMENT
સ્નાન અને VIP એન્ટ્રી અંગે આક્ષેપ
ADVERTISEMENT
કીર્તિ પટેલે પોતાના વીડિયોમાં જણાવ્યું કે, મૃગિકુંડમાં કેટલીક મહિલાઓ નાઇટડ્રેસમાં સ્નાન કરતી હતી. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે ઇન્દ્રભારતી બાપુ પોતાના શિષ્યોને VIP એન્ટ્રી આપે છે, જ્યારે અન્ય ભક્તોને બહાર રાખવામાં આવે છે. તેમણે એવો પણ દાવો કર્યો કે જો તેઓ ઇન્દ્રભારતી બાપુને ગુરુ સ્વીકાર્યા હોત, તો કદાચ તેમને પણ વિશેષ વ્યવસ્થા મળી હોત. કીર્તિ પટેલે જણાવ્યું કે તેમણે અન્ય સંતને ગુરુ તરીકે માન્યા છે અને દીક્ષા લીધી છે, જેના કારણે તેમની સાથે ભેદભાવ થયો હોવાની શક્યતા દર્શાવી.

ADVERTISEMENT
આ પણ વાંચો : મહેસાણા ઊંઝા નજીક ઈકો કારનો અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોત, ડિવાઈડર સાથે ટકરાઈ કાર
ભવનાથમાં રાજકારણનો મુદ્દો
ADVERTISEMENT
ભવનાથ વિસ્તારમાં ખાસ કરીને મહાશિવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. કીર્તિ પટેલના મતે અહીં ધાર્મિક વ્યવસ્થામાં રાજકારણ પ્રવેશી ગયું છે. તેમના નિવેદનો બાદ સોશિયલ મીડિયા પર સમર્થન અને વિરોધ બંને પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ