ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણા ઊંઝા નજીક ઈકો કારનો અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોત, ડિવાઈડર સાથે ટકરાઈ કાર

દુર્ઘટના / મહેસાણા ઊંઝા નજીક ઈકો કારનો અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોત, ડિવાઈડર સાથે ટકરાઈ કાર

Published By: Priykant Shrimali

Last Updated: 11:23 AM, 21 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana Unjha Highway Accident : મહેસાણા નજીક હાઈવે પર ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત, અહીં જાણો શું છે સમગ્ર મામલો ?

ADVERTISEMENT

Mehsana Unjha Highway Accident : ઊંઝા-મહેસાણા હાઈવે આજે વહેલી સવારે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. વાસ્તવમાં આજે વહેલી પરોઢે ઉનાવા નજીક હોટલ કોમફી સામે ઇકો કાર ડિવાઇડર સાથે જોરદાર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદમાં રહેતો કુમાવત પરિવાર લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને પરત ફરી રહ્યો હતો. વહેલી સવારે ગાડી ઊંઝા તરફથી મહેસાણા તરફ આવી રહી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર સીધી ડિવાઇડર સાથે અથડાઈ હતી. અથડામણ એટલી ગંભીર હતી કે વાહનનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો.

મૃતકોની ઓળખ

આ દુર્ઘટનામાં રામલાલ લખાજી કુમાવત, કોમલબેન કુમાવત, કૈલાશભાઈ કુમાવત અને એક નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે મંથરાદેવીનું સારવાર દરમિયાન મહેસાણા સિવિલમાં અવસાન થયું હતું. આમ, મૃત્યુઆંક પાંચ સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચો : કીમ-ઓલપાડ હાઇવે પર બેકાબૂ બનેલ કાર ડ્રેનેજમાં ખાબકતાં બે મહિલાઓના મોત

ઇજાગ્રસ્તોની સારવાર

અકસાતમાં કારચાલક સહિત મદનસિંહ કુમાવત, નશ્રભાઈ, જમનીબેન, પકલિ દેવી, રાકેશ અને મમતાબેનને ગંભીર ઇજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઉનાવા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતદેહોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. પરિવારજનોના આગમન બાદ પોસ્ટમોર્ટમ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mehsana Civil Hospital Unjha highway crash Mehsana accident

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ