ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / કીમ-ઓલપાડ હાઇવે પર બેકાબૂ બનેલ કાર ડ્રેનેજમાં ખાબકતાં બે મહિલાઓના મોત

સુરત / કીમ-ઓલપાડ હાઇવે પર બેકાબૂ બનેલ કાર ડ્રેનેજમાં ખાબકતાં બે મહિલાઓના મોત

Published By: Priykant Shrimali

Last Updated: 09:42 AM, 21 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Accident : કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન સીધું રોડ સાઇડની ડ્રેનેજમાં ઉતરી ગયું અને પછી... અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Surat Accident : સુરત જિલ્લાના કીમ-ઓલપાડ હાઇવે પર એક દુઃખદ ઘટના સામે આવી છે. વાસ્તવમાં આર્યમ સ્કૂલના ગેટ નજીક સ્વિફ્ટ કાર અચાનક બેકાબૂ બની રોડની બાજુમાં આવેલી ખુલ્લી ડ્રેનેજમાં ખાબકી હતી. આ ઘટનામાં કારમાં સવાર બે મહિલાઓનું મોત થયું છે.

શું છે સમગ્ર મામલો ?

વિગતો મુજબ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન સીધું રોડ સાઇડની ડ્રેનેજમાં ઉતરી ગયું. પ્રાથમિક અંદાજ મુજબ રસ્તામાં અચાનક ભૂંડ આવી જતા ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન વધુ એક યુવકનું દુઃખદ અવસાન

આ તરફ અકસ્માત થતાં જ નજીકના બોલાવ ગામ સહિત આસપાસના વિસ્તારોના લોકો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ પરંતુ ગંભીર ઇજાઓને કારણે ઝંખનાબેન મેસુરિયા અને વર્ષાબેન મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને કારણે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat accident Kim Olpad highway Swift car fell into drain

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ