ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન વધુ એક યુવકનું દુઃખદ અવસાન
Last Updated: 08:16 AM, 21 February 2026
ADVERTISEMENT
Gujarat Police Bharti : સુરત જિલ્લામાં પોલીસ ભરતી માટે ચાલી રહેલી શારીરિક કસોટી દરમિયાન એક યુવકનું દુઃખદ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. વાસ્તવમાં આ બનાવ કામરેજ તાલુકાના વાવ વિસ્તારમાં આવેલા SRP ગ્રુપ–11ના મેદાનમાં બન્યો હતો, જ્યાં ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોની દોડ સહિતની કસોટી લેવામાં આવી રહી હતી.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
વલસાડ જિલ્લાના રહેવાસી રવિન્દ્ર બારિયા નામનો યુવક દોડની પરીક્ષા આપી રહ્યો હતો. દોડ દરમિયાન અચાનક તે મેદાનમાં જ ઢળી પડ્યો હતો. સ્થળ પર હાજર સ્ટાફ અને અન્ય ઉમેદવારો દ્વારા તરત જ તેને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી અને તબિયત સ્થિર થયા બાદ તેને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

આ પણ વાંચો : ગાંધીનગરમાં કરુણ અકસ્માત, બે માસૂમ સાથે પિતા કેનાલમાં ખાબક્યા
ADVERTISEMENT
જોકે બાદમાં કામરેજ ખાતે રોકાયેલા સમયે ફરીથી તેની તબિયત બગડતાં તે બેભાન થઈ ગયો. ફરી સારવાર માટે ખસેડવામાં આવ્યો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેનું અવસાન થયું હતું. ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને આકસ્મિક મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાને કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ