ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરમાં કરુણ અકસ્માત, બે માસૂમ સાથે પિતા કેનાલમાં ખાબક્યા

દુઃખદ / ગાંધીનગરમાં કરુણ અકસ્માત, બે માસૂમ સાથે પિતા કેનાલમાં ખાબક્યા

Published By: Vishal Khamar

Last Updated: 10:34 PM, 20 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં બે માસૂલ સાથે પિતા બાઈક લઈને નીકળ્યા હતા. તે દરમ્યાન અચાનક કૂતરૂ આડુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર મામલો પોલીસે તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

ગાંધીનગર શહેરમાં હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પિતા પોતાના બે નાનકડા પુત્રો સાથે બાઈક પર મંચુરિયન ખાવા જવા નીકળ્યા હતા. ત્યારે અચાનક બનેલી ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ આવી પડ્યો હતો.

માહિતી મુજબ પિતા પોતાના 10 અને 7 વર્ષના પુત્રો સાથે બાઈક પર કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક કૂતરું આડું ઉતરતાં બાઈકનું સંતુલન બગડ્યો અને ત્રણે કેનાલમાં ખાબક્યા. કેનાલમાં પાણીનો પ્રવાહ તેજ હોવાથી બંને બાળકો પાણીમાં તણાઈ ગયા. સ્થાનિક લોકો અને તાત્કાલિક પહોંચેલી રેસ્ક્યૂ ટીમે પિતાને આબાદ બહાર કાઢ્યા હતા..

બીજો પુત્ર હજુ લાપતા

ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ શોધખોળ હાથ ધરી. મોટા પુત્રની લાશ કડી કરણનગર કેનાલ વિસ્તારમાંથી મળી આવી હતી. જ્યારે બીજો નાનો પુત્ર હજુ લાપતા છે. તેની શોધ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચોઃ નવસારી જિલ્લામાં આશ્રમ શાળામાં વિદ્યાર્થીની સાથે અડપલા, પોક્સો હેઠળ ડાયરેક્ટરની ધરપકડ

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા અકસ્માત કે આત્મહત્યાનો કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત માનવામાં આવી રહ્યો છે, પરંતુ તમામ પાસાઓની તપાસ બાદ જ સ્પષ્ટતા થશે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે. સ્થાનિક લોકોએ કેનાલ રોડ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માંગ ઉઠાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gandhinagar police Gandhinagar news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ