ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારી જિલ્લામાં આશ્રમ શાળામાં વિદ્યાર્થીની સાથે અડપલા, પોક્સો હેઠળ ડાયરેક્ટરની ધરપકડ
Last Updated: 09:04 PM, 20 February 2026
ADVERTISEMENT
નવસારી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રને કલંકિત કરતો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. મહુવાસ ગામની એક આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહેતી ધોરણ 11 સાયન્સમાં ભણતી વિદ્યાર્થીની સાથે સંસ્થાના ડાયરેક્ટર દ્વારા અડપલા કરાયા હોવાનો આક્ષેપ થયો છે.
ADVERTISEMENT
વિદ્યાર્થીનીને ઓફીસમાં બોલાવી શારીરિક અડપલા કર્યા
માહિતી અનુસાર, હોસ્ટેલની વિદ્યાર્થીની પાસે મોબાઇલ મળતા વોર્ડને તે મોબાઇલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ મોબાઇલ સંસ્થાના ટ્રસ્ટીના પુત્ર અને ડાયરેક્ટર દિશાંત ઠાકોરને સોંપવામાં આવ્યો હતો. આરોપ છે કે દિશાંત ઠાકોરે વિદ્યાર્થીનીને તપાસના બહાને ઓફિસમાં બોલાવી શારીરિક અડપલા કર્યા.
ADVERTISEMENT

પોલીસે ડાયરેક્ટરની ધરપકડ કરી
ADVERTISEMENT
વિદ્યાર્થીનીએ આ ઘટનાની જાણ માતાને કરતાં માતાએ વાંસદા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ફરિયાદના આધારે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સંસ્થાના ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ હોળી પહેલા AMCનો ફૂડ વિભાગ એક્શનમાં, સ્કૂલ અને 22 એકમોમાં ચકાસણી
ADVERTISEMENT
સ્થાનિકોમાં રોષ
આ ઘટનાએ આશ્રમ શાળાઓમાં ભણતી દીકરીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે અને સંસ્થાની કામગીરી અંગે પણ તપાસની માંગ ઉઠી રહી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સંબંધિત તથ્યો એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.