ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હોળી પહેલા AMCનો ફૂડ વિભાગ એક્શનમાં, સ્કૂલ અને 22 એકમોમાં ચકાસણી
Last Updated: 07:48 PM, 20 February 2026
ADVERTISEMENT
હોળીના તહેવાર પૂર્વે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવતી હોઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે શહેરભરમાં ખાસ ચકાસણી અભિયાન હાથ ધર્યું છે. તહેવાર દરમિયાન વધતા ખાદ્ય પદાર્થોના વેચાણને ધ્યાનમાં રાખીને વિવિધ શાળાઓ અને ખાદ્ય એકમોમાંથી નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સ્કૂલમાંથી મધ્યાહન ભોજનના નમૂના લીધા
ફૂડ વિભાગે AMC સંચાલિત શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસવા માટે જામાલપુર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શાળા નંબર 5 અને જામાલપુર ઉર્દૂ શાળા નંબર 5માંથી નમૂનાઓ લીધા હતા. બંને શાળાઓમાંથી સુખડી અને રોટલીના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
ADVERTISEMENT

ખાણીપીણીની દુકાનમાંથી પણ નમૂના લીધા
ADVERTISEMENT
આ ઉપરાંત, શહેરના લોકપ્રિય લક્ષ્મી ગાંઠિયા રથમાંથી ગાંઠિયા, જલેબી અને ફાફડાના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આશ્રમ રોડ પર આવેલી ફૂડ ઇન હોટલમાંથી પણ ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
કુલ મળીને શહેરના 22 ખાદ્ય એકમોમાંથી નમૂનાઓ લેવામાં આવ્યા છે. તમામ સેમ્પલને વિગતવાર તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ 'વેશ્યાવૃતિ સમાજ સેવા' ગુજરાતી એક્ટ્રેસ મોના થિબા કનોડિયાએ માફી માગી, જાણો શું કહ્યું
ADVERTISEMENT
AMCના અધિકારીઓએ નાગરિકોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવા તેમજ શંકાસ્પદ ખાદ્ય પદાર્થો અંગે તંત્રને જાણ કરવા અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.