ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'વેશ્યાવૃતિ સમાજ સેવા' ગુજરાતી એક્ટ્રેસ મોના થિબા કનોડિયાએ માફી માગી, જાણો શું કહ્યું
Last Updated: 07:00 PM, 20 February 2026
ADVERTISEMENT
વિવાદ બાદ અભિનેત્રી મોના થીબાએ માફી માંગી છે. મોના થીબાએ કહ્યું હતું કે, મે મારી ફિલ્મ શક્તિના સંદર્ભમાં આ વાત કરી હતી. રિસર્ચ સમયે વેશ્યાવૃતિ સાથે સંકળાયેલી મહિલાઓએ વાત કરી હતી. ફિલ્મના સંદર્ભમાં કરેલી મારી વાતને અલગ રીતે મૂકવામાં આવી છે. આ અંગે કોઈને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગું છું. અમે લોકો સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ. મહત્વનું છે કે ગુજરાતી અભિનેત્રી મોના થીબાએ પોતાની આવનારી ફિલ્મના પ્રમોશન માટે રાજકોટ પહોંચી હતી. ત્યારે રાજકોટમાં તેમણે વેશ્યાવૃતિ એક પ્રકારની સમાજ સેવા ગણાવી હતી. જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો.
ADVERTISEMENT
રાજકોટમાં અભિનેત્રી મોના થીબા કનોડિયા (Mona Thiba)ના વેશ્યાવૃત્તિ અંગેના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. વેશ્યાવૃત્તિને સમાજ સેવા ગણાવતાં તેમના નિવેદન પર રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી છે. કોંગ્રેસ આગેવાન નયનાબા જાડેજાએ તેનો કડક વિરોધ નોંધાવતા જણાવ્યું કે “એક મહિલા તરીકે આવું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે.” તેમણે વેશ્યાવૃત્તિમાં સંકળાયેલી મહિલાઓના દુઃખ અને પરિસ્થિતિને સમજવાની અપીલ કરી હતી. મોના થિબા કનોડિયાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે અને વિવિધ વર્ગોમાંથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે.
ADVERTISEMENT
'વેશ્યાવૃતિ એક સમાજ સેવા છે'- એક્ટ્રેસ મોના થિબા કનોડિયાના નિવેદનથી વિવાદ થયો#rajkot #shaktimovie #monathiba #veshyavruti #abhinetri #vtvdigital pic.twitter.com/Rph3MDud6A
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 20, 2026
નયનાબા જાડેજાએ આ અંગે કહ્યું કે,
ADVERTISEMENT
" વૈશ્યાવૃતિ ઘણા લોકો મજબૂરીમાં કરતાં હોય છે અને ઘણા લોકો મરજીથી કરતાં હોય છે. જે લોકો મજબૂરીથી કરે છે શું તેમના માટે બીજી કોઈ સમાજ સેવા નહીં હોય? કે આ લોકોને વૈશ્યાવૃત્તિ કરીને સમાજ સેવા કરવી પડે. તમે કહેવા શું માંગો છો? બ આ કઈ પ્રકારની સમાજ સેવા કરવાનો રસ્તો થયો? આને ધંધો કહેવાય. અત્યારના જે કલાકારો બેફામ નીકળી પડ્યા છે અને બેફામ બોલે છે , આને પ્રોફેશન કહો તો સમજી શકાય. શું તે એમ કહેવા માંગે છે જેની પાસે બીજું કઈ નથી હોતું કરવા માટે તે આ રીતે સમાજસેવા કરે છે. તમે પણ એક મહિલા છો ત્યારે આવું બોલતા શરમ તો કરો. અને ખરેખર તમારે મૂવી બનાવવા હોય તો સ્ત્રીઓ સાથે જે અત્યાચાર થાય છે તેની પર બનાવો. આવા હીન પ્રકારના કાર્યને સમાજ સેવા કહેતા પહેલા તમને શરમ આવવી જોઈએ. "

ADVERTISEMENT
અભિનેત્રીના વિવાદાસ્પદ નિવેદન પર હવે પાટીદાર અગ્રણી પુરષોત્તમ પીપળીયાએ પણ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે મોના થીબાના નિવેદનને વખોડતાં કહ્યું કે આ ખૂબ જ અપરિપક્વ અને અયોગ્ય પ્રકારનું નિવેદન છે. પીપળીયાએ ભારપૂર્વક જણાવ્યું કે સમાજમાં સ્ત્રીઓનું સન્માન જાળવવું અત્યંત જરૂરી છે અને સંવેદનશીલ મુદ્દાઓ પર જાહેરમાં બોલતી વખતે વધુ જવાબદારી દાખવવી જોઈએ.
'નહીંતર કેટલી બેન-દીકરીઓના બળાત્કાર થાત...' અભિનેત્રી મોના થિબા કનોડિયાના વેશ્યાવૃત્તિ નિવેદનથી વિવાદ#rajkot #shaktimovie #monathiba #veshyavruti #abhinetri #vtvdigital pic.twitter.com/AmwI7W32cJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 20, 2026
ADVERTISEMENT
પુરુષોત્તમ પીપળીયાએ કહ્યું કે,
" આ નિવેદન અપરિપક્વ છે. આવું નિવેદન તે જે માહોલમાં જીવી રહ્યા છે તે પૂરતું સીમિત અને મર્યાદિત હોવું જોઈએ. સમાજમાં લોકો સંસ્કૃતિને અનુસરીને જીવે છે ત્યારે આવું નિવેદન કરવાથી બચવું જોઈએ. આશા છે કે તેઓ આ બાબતે વધુ સ્પષ્ટતા આપે. "
ADVERTISEMENT

સમગ્ર મામલો એમ છે કે તાજેતરમાં રાજકોટમાં એક ગુજરાતી ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રી મોના થીબા એ વેશ્યાવૃત્તિ અંગે આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો છે. વેશ્યાવૃત્તિના વિષય પર આધારિત ફિલ્મના પ્રચાર દરમિયાન તેમણે આ વ્યવસાયને “સમાજ સેવા” તરીકે વર્ણવ્યો હતો. ઉપરાંત, તેમણે દેહવ્યાપારને કારણે બહેનો અને પુત્રીઓ પર બળાત્કારની ઘટનાઓ ઓછી રહેતી હોવાનો દાવો કર્યો હતો, જે નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા અને વિરોધ જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃ સાણંદ કોર્ટે દેવાયત ખવડને નિર્દોષ જાહેર કર્યો, ફરિયાદીએ કોર્ટમાં હાજર રહી સમાધાનનું કહ્યું
અભિનેત્રીના નિવેદનને લઈને વિવિધ સામાજિક સંગઠનો અને નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે. અનેક લોકો સોશિયલ મીડિયા પર તેમની ટીકાઓ કરી રહ્યા છે અને કેટલાક રાજકીય નેતાઓએ પણ જણાવ્યું છે કે આવા નિવેદનો સમાજમાં ખોટો સંદેશ આપી શકે છે. સંવેદનશીલ મુદ્દાઓ પર જાહેર મંચ પરથી બોલતી વખતે વધુ જવાબદારી અને સંવેદનશીલતા જરૂરી હોવાનું પણ વિરોધ કરનારાઓએ જણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.