ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાણંદ કોર્ટે દેવાયત ખવડને નિર્દોષ જાહેર કર્યો, ફરિયાદીએ કોર્ટમાં હાજર રહી સમાધાનનું કહ્યું
Last Updated: 06:06 PM, 20 February 2026
ADVERTISEMENT
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં નોંધાયેલા છેતરપિંડી કેસમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડને સાણંદ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ બંને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ચૂક્યું હોવાની માહિતી સામે આવી હતી.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, કેસ સંબંધિત કાર્યવાહી દરમિયાન ફરિયાદી કોર્ટમાં હાજર રહ્યા હતા અને બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયાનું સત્તાવાર નિવેદન આપ્યું હતું. ફરિયાદીના નિવેદનને આધારે કોર્ટે દેવાયત ખવડને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ કર્યો.
ADVERTISEMENT

આ કેસને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી હતી. સમાધાન બાદ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતાં દેવાયત ખવડને રાહત મળી છે. કોર્ટે આપેલા આદેશ બાદ તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતની યુનિવર્સિટીઓમાં પ્રોફેસર- ઉચ્ચ પદોની ભરતી નિયમોમાં મોટો સુધારો કરાયો, લાયક ઉમેદવારોને લાભ
ઉલ્લેખનીય છે કે અગાઉ બંને પક્ષો વચ્ચે સમાધાન થવાની માહિતી મળી હતી, જેના આધારે અંતે કોર્ટનો નિર્ણય આવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.