ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતની યુનિવર્સિટીઓમાં પ્રોફેસર- ઉચ્ચ પદોની ભરતી નિયમોમાં મોટો સુધારો કરાયો, લાયક ઉમેદવારોને લાભ
Last Updated: 03:49 PM, 20 February 2026
ADVERTISEMENT
રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારો કરતા નવા પરિપત્રની જાહેરાત કરી છે. અત્યાર સુધી પ્રોફેસર સહિતના ઉચ્ચ શૈક્ષણિક પદો માટે ભરતી દરમિયાન ફિક્સ પગાર પર અધ્યાપક સહાયક તરીકે આપવામાં આવેલી સેવા અનુભવ તરીકે માન્ય ગણાતી નહોતી, જેના કારણે અનેક લાયકાત ધરાવતા ઉમેદવારોને અન્યાય થતો હતો. નવા નિયમ મુજબ હવે 5 વર્ષ સુધીનો ફિક્સ પગારનો શૈક્ષણિક અનુભવ સત્તાવાર રીતે માન્ય ગણાશે.
ADVERTISEMENT

નવો નિયમ રાજ્યની તમામ યુનિવર્સિટીમાં ફરજિયાત
ADVERTISEMENT
રાજ્યની તમામ 14 મુખ્ય સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી પ્રક્રિયા માટે એકસરખા નિયમો લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગે અપાયેલા અભિપ્રાયને આધારે હવે આ જ માપદંડો સમગ્ર રાજ્યમાં ફરજિયાત બનાવવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા આદેશ મુજબ ભરતી પ્રક્રિયામાં રહેલી વિસંગતતાઓ દૂર કરી પારદર્શિતા અને સમાનતા જાળવવા ખાસ પગલાં લેવામાં આવશે. આ નવી વ્યવસ્થા ગુજરાત યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેમજ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં તાત્કાલિક અમલમાં આવશે. શિક્ષણ ક્ષેત્રમાં એકરૂપતા લાવવા આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ 'લવ જેહાદ-બળજબરીથી લગ્નો પર લગામ' ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલ પટેલની પ્રતિક્રિયા
ADVERTISEMENT
ફિક્સ પગારે સેવા આપતા અધ્યાપક સહાયકોને ન્યાય મળશે
શિક્ષણવિદોના મત મુજબ આ સુધારાથી છેલ્લા લાંબા સમયથી ફિક્સ પગાર સેવા આપતા અધ્યાપક સહાયકોને ન્યાય મળશે અને તેની ઉચ્ચ પદોની ભરતીમાં તેમની તક વધશે. તેમજ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.