બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Elections 2022 dates may be announced after Diwali

ઇલેક્શન 2022 / ગુજરાતમાં દિવાળી બાદ થશે ચૂંટણીનું એલાન!, જાણો આજે તારીખ જાહેર ન થવાના શું છે સંભવિત કારણો

Dhruv

Last Updated: 04:34 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પંચે આજે હિમાચલ પ્રદેશ ઇલેક્શનની તારીખો જાહેર કરી દીધી છે પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો દિવાળી બાદ જાહેર થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

  • ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર ન થવાના સંભવિત કારણો
  • ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત દિવાળી બાદ થઈ શકે છે
  • ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરીએ થઈ રહ્યો છે

ચૂંટણી પંચ આજે હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવાનું હતું. પરંતુ ચૂંટણી પંચે આજે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જ જાહેર કરી દીધી છે નહીં કે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો. કારણ કે, ગુજરાતમાં અગાઉથી નિર્ધારિત થયેલા હજુ ઘણા સરકારી કાર્યક્રમો કરવાના બાકી છે. આ કારણોસર પણ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર ન કરવામાં આવી હોઇ શકે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, ગુજરાતમાં હવે ચૂંટણીની જાહેરાત દિવાળી બાદ થઈ શકે છે. 20 ઓક્ટોબર બાદ રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર થાય તેવું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18મી ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે.

20થી 22 ઓક્ટોબરે ગુજરાતમાં ડિફેન્સ એક્સ્પોનું આયોજન

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં ડિફેન્સ એક્સ્પો કે જે 20થી 22 ઓક્ટોબરે યોજાવા જઇ રહ્યો છે. તેમાં ખુદ વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે. આ પહેલાં પણ ડિફેન્સ એક્સપો માર્ચ 2022માં આયોજિત કરવામાં આવ્યો હતો. પરંતુ અમુક કારણોથી એ પાછો ઠેલવવામાં આવ્યો હતો. ગુજરાત એક્સપો સરકારનો ખૂબ મોટો કાર્યક્રમ માનવામાં આવે છે. તદુપરાંત ઓક્ટોબર મહિનામાં પણ અનેક નાના-મોટા કાર્યક્રમો છે કે જે સરકાર દ્વારા આયોજિત કરાયેલા છે.

ડેપ્યુટી ઇલેક્શન કમિશનર પણ 16થી 20 ઓક્ટોબર ગુજરાત આવશે

PM મોદી ખુદ આગામી તારીખ 19-20 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પ્રવાસે આવવાના છે એટલું જ નહીં. ચૂંટણીની તૈયારી અંગે આખરી સમીક્ષા કરવા ડેપ્યુટી ઇલેક્શન કમિશનર પણ આગામી તારીખ 16થી 20 ઓક્ટોબર દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ કારણોસર આજે ચૂંટણીપંચે ગુજરાતની તારીખો જાહેર ન કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હિમાચલ પ્રદેશની વિધાનસભાનો કાર્યકાળ પહેલા પૂર્ણ થાય છે

બીજી વાત કરીએ તો ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18મી ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે જ્યારે હિમાચલ પ્રદેશનો કાર્યકાળ 8 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. આ એક કારણ પણ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર નહીં કરવાનું હોઇ શકે. હિમાચલ પ્રદેશની વિધાનસભાનો કાર્યકાળ પહેલા પૂર્ણ થતો હોવાથી આજે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે.

ગુજરાત અને હિમાચલ પ્રદેશની બોર્ડરને સીલ કરી દેવાશે

પણ આ સાથે ચૂંટણી પંચે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી વ્યવસ્થાની વાત પણ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ઓકટોબર મહિનામાં લોકતંત્રનું પર્વ પણ આવી રહ્યું છે. ચૂંટણી જાહેરાત થતાં જ ગુજરાત અને હિમાચલ પ્રદેશની બોર્ડરને સીલ કરી દેવામાં આવશે તથા કેશ-ડ્રગ્સ જેવી હેરફેર પર કડક વોચ રાખવામાં આવશે. એરપોર્ટ પર ખાસ નજર રાખવામાં આવશે, તમામ એજન્સીઓને ઍલર્ટ કરી દેવામાં આવ્યા છે કે કેશની સાથે સાથે ગુડ્સ પર પણ નજર રાખવામાં આવે તેવી સૂચનઆ આપી દીધી હોવાની પણ માહિતી આપી હતી. કોરોનાને ધ્યાને લેતા ચૂંટણીમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાને ધ્યાને રાખીને આપવામાં આવેલ તમામ નિર્દેશોનું પાલન કરવામાં આવશે.


પિક અને ડ્રોપની સુવિધા હશે

ચીફ ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા રાજીવ કુમારે કહ્યું હતું કે લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે એટલા માટે પિક અને ડ્રોપની સુવિધા પણ આપવામાં આવશે. જો કે આ સુવિધા વિશેષ સ્થિતિમાં જ આપવામાં આવશે.

ઘરેથી પણ મતદાનની સુવિધા અપાશે

80 વર્ષથી વધુની ઉમરના લોકો, દિવ્યાંગ અને કોરોના સંક્રમિત લોકો જો મત આપવા માંગે છે અને બુથ સુધી નથી આવી શકે તેમ તો તેમણે માટે ચૂંટણી આયોગે આગવી વ્યવસ્થા કરી છે. અને આવા મતદાતાઓના ઘરે જઈને તેમણે મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે.


મહિલાઓ માટે અલગ બુથ

મતદાન કેન્દ્ર પર દિવ્યાંગોને વ્હીલચેર આપવામાં આવશે. તેમના મતદાન માટે અલગથી ગોઠવણ કરવામાં આવશે. મહિલાઓ માટે અલગ બૂથ ઊભા કરવામાં આવશે તેમજ તમામ બૂથ પર પાણી અને ગરમીમાં રાહત મળે તેવી વ્યવસ્થા હશે.

ગરબડ દેખાય તો જનતા કયા કરી શકશે ફરિયાદ?

જો ચૂંટણીમાં પૈસા, ડ્રગ્સ અથવા કોઈપણ પ્રકારના પાવરનો દુરુપયોગ થાય છે, તો નાગરિકો C-vigil એપ પર તે લગતી જાણકારી આપી શકે છે. ઉમેદવારોની માહિતી એપ પર જ ઉપલબ્ધ થશે. અમે એપ પર ઉમેદવારોના ગુના અને સંપત્તિ વિશે માહિતી ચૂંટણી પંચ એપ પર મૂકશે જેથી મતદાતાઓ પોતાના ઉમેદવારને જાણી શકશે.


લોકો વધુમાં વધુ મતદાન કરે: ચૂંટણી પંચ

ચૂંટણી પહેલા ચીફ સેક્રેટરી, DGP સહિતના તમામ અધિકારીઓ સાથે અનેક બેઠકો થઈ છે, કોરોનાને લઈને પણ સમીક્ષા કરવામાં કરી દેવામાં આવી છે. વધુમાં રાજીવ કુમારે કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં અમારો પ્રયાસ છે કે નવા મતદાતા, વૃદ્ધો તથા દિવ્યાંગજનોની પણ મોટી ભાગીદારી થાય લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરે.

આખરી મતદાર યાદી થઇ ગઇ છે જાહેર

ચૂંટણી પંચે આખરી મતદાર યાદી જાહેર કરી દીધી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા છે.

ગુજરાતમાં દર 1000 પુરૂષોની તુલનાએ 934 મહિલાઓ

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં દર 1000 પુરૂષોની તુલનામાં 934 મહિલાઓ છે. ગુજરાતમાં 11,800 મતદાતાઓ 100 વર્ષની ઉંમર ધરાવે છે.  10, ઓકટોબર, 2022ના રોજ મતદાતાઓની ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે. 100 વર્ષની વય ધરાવતા મતદાતાઓનું સન્માન કરવાની કલેક્ટરોને સૂચના અપાઈ છે.'

2017ની ચૂંટણી 25 ઓક્ટોબરે જાહેર થઇ હતી

તમને જણાવી દઇએ કે, રાજ્યમાં 2017ના ઇલેક્શનમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 25 ઓક્ટોબર 2017ના રોજ જાહેર થઈ હતી. જેમાં પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠક માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં 14મી ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠક માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ