બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / Google એ બંધ કરી દીધી પોતાની આ સર્વિસ? યુઝર્સ ભૂલ્યા વિના વાંચી લે

ટેક્નોલોજી / Google એ બંધ કરી દીધી પોતાની આ સર્વિસ? યુઝર્સ ભૂલ્યા વિના વાંચી લે

Published By: Bijal Vyas

Last Updated: 05:59 PM, 14 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Android Authorityનો રિપોર્ટ અને એક તપાસ અનુસાર, Googleએ અસંખ્ય ફરિયાદો મળી હતી કે AI Overview ગંભીર સ્વાસ્થ્ય વિષયો પર સચોટ માહિતી આપવામાં નિષ્ફળ રહ્યું છે

Googleએ પોતાની AI Overview સુવિધાથી અમુક મેડિકલ સલાહથી જોડાયેલ સર્ચ રિઝલ્ટ્સને ચુપચાપ હટાવી દીધી છે, આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે સામે આવ્યુ કે, AI દ્વારા આપવામાં આવ્યા છે જે અમુક હેલ્થથી જાડેયાલ જાવાબ અને ખોટી તબીબી માહિતી પૂરી પાડવી. AI સારાંશ, ખાસ કરીને યકૃતના રોગો અને યકૃત કાર્ય પરીક્ષણો સંબંધિત, હવે ચોક્કસ શોધ ક્વેરીઝ માટે દેખાશે નહીં.

ખોટી હેલ્થ માહિતી પર Google ની કાર્યવાહી

Android Authorityનો રિપોર્ટ અને એક તપાસ અનુસાર, Googleએ અસંખ્ય ફરિયાદો મળી હતી કે AI Overview ગંભીર સ્વાસ્થ્ય વિષયો પર સચોટ માહિતી આપવામાં નિષ્ફળ રહ્યું છે. આ પછી, કંપનીએ લીવર સંબંધિત કેટલાક સંવેદનશીલ પ્રશ્નો પર AI દ્વારા જનરેટ કરાયેલ સારાંશ બંધ કરી દીધો. જોકે, આ વિષયો પરની માહિતી હજુ પણ વેબસાઇટ લિંક્સના રૂપમાં નિયમિત Google Search દ્વારા ઉપલબ્ધ રહેશે, પરંતુ ઓટોમેટિક AI સારાંશ બતાવવામાં આવશે નહીં.

AI Overview ને લઇ પહેલેથી જ છે વિવાદ

Google ગયા વર્ષે તેના સર્ચ એન્જિનમાં AI Overview ઉમેર્યું હતું, જેથી યૂઝર્સને તેમના પ્રશ્નોના ઝડપી અને સંક્ષિપ્ત જવાબો મળી શકે. પરંતુ જ્યારે આ ટેકનોલોજીએ તબીબી સલાહ આપવાનું શરૂ કર્યું, ત્યારે તેણે સવાલો ઉભા કર્યા છે, સ્વાસ્થ્ય સંબંધિત માહિતીમાં નાની ભૂલ પણ મોટા ખતરાને જન્મ આપી શકે છે, તેથી ઓટોમેટેડ તબીબી સલાહ અંગે વિવાદ થવો સ્વાભાવિક માનવામાં આવે છે.

કેવી રીતે બની રહી છે ખોટી મેડિક જાણકારી?

સામાન્ય રીતે, AI Overview સર્ચ ક્વેરીના ટૂંકા પ્રતિભાવ સાથે સંબંધિત વેબસાઇટ્સની લિંક્સ જનરેટ કરે છે. જોકે, અહેવાલમાં કેટલાક તબીબી પરિણામોને "અત્યંત સંવેદનશીલ અને ખતરનાક" ગણાવ્યા છે.લીવર ફંક્શન ટેસ્ટના કિસ્સામાં, AI એ સંદર્ભ રેન્જ પ્રદાન કરી જે દરેક વ્યક્તિ માટે લાગુ પડતી ન હતી, તેમાં વય, લિંગ, જાતિ, રાષ્ટ્રીયતા અને વિવિધ લેબમાં ઉપયોગમાં લેવાતી ટેસ્ટ પદ્ધતિઓ જેવા જરુરી ફેક્ટર સામેલ કર્યા નથી.

ખોટો વિશ્વાસ જીવલેણ બની શકે છે

ડોકટરો અને હેલ્થ એક્સપર્ટસ કહે છે કે, આવી AI-જનરેટેડ માહિતી લોકોને ખોટો વિશ્વાસ આપી શકે છે. જો કોઈ ગંભીર બીમારીથી પીડિત વ્યક્તિ આ અપૂર્ણ અથવા ખોટા ડેટાના આધારે માને છે કે તે સ્વસ્થ છે, તો તેઓ સમયસર તબીબી સલાહ ના લો. આવા કિસ્સાઓમાં, જરૂરી સારવારમાં વિલંબ જીવન માટે જોખમી પણ બની શકે છે.

Google એ શું કહ્યું?

આ રિપોર્ટ બાદ, Googleના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની તેની નીતિઓ અને AI મોડેલોની ચોકસાઈ સુધારવા માટે સતત કામ કરી રહી છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે કેટલાક કિસ્સાઓમાં ફેરફારો જરૂરી હતા, તેથી AI Overview સંબંધિત તબીબી સારાંશ દૂર કરવામાં આવ્યો છે. જો કે, AI Overview દ્વારા હજુ પણ ઘણા અન્ય હેલ્થ ટોપિક્સ પર સલાહ આપવામાં આવી રહી છે. જેને લઇ ભવિષ્યમાં વધુ કડક પગલાં લઈ શકાય છે.

શું શીખ મળે છે યૂઝર્સ માટે?

આ કિસ્સો ફરી એકવાર આપણને યાદ અપાવે છે કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી, ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત સલાહ, હંમેશા ડૉક્ટરના અભિપ્રાયનો વિકલ્પ હોઈ શકતી નથી. Google નું આ પગલું દર્શાવે છે કે જ્યારે AI મદદરૂપ થઈ શકે છે, ત્યારે મેડિકલ નિર્ણયોમાં માણસની જાણકારી હજુ પણ સૌથી વિશ્વસપાત્ર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Google AI Overview secretly shut down service technology

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ