ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / Google is rolling out dark mode for Gmail

સુવિધા / હવે ગુગલની પોપ્યુલર જીમેઇલ એપમાં પણ ડાર્ક મોડની એન્ટ્રી

Published By: Kavan

Last Updated: 12:22 AM, 12 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એન્ડ્રોઇડ હોય કે એપલ,મોબાઇલમાં ડાર્ક મોડનો ટ્રેન્ડ છે.ગુગલે એન્ડ્રોઇડ 10 અને એપલે તેની આઇઓએસ 13 ઓપરેટિંગ સિસ્ટમમાં સિસ્ટમ વાઇડ ડાર્ક મોડ આપ્યો છે.મેપ પછી ગુગલ હવે ઇ-મેઇલની સૌથી લોકપ્રિય એપ જીમેઇલમાં ડાર્ક મોડ લાવી રહ્યું છે. ગુગલે ડાર્ક મોડનું અપડેટ આપવાનું ચાલું કરી દીધું છે.

ADVERTISEMENT

  • જીમેઇલ એપમાં પણ ડાર્ક મોડની એન્ટ્રી
  • વપરાશકર્તાને થશે ફાયદો 

જોકે અત્યારે તે એન્ડ્રોઇડ 10માં જ સપોર્ટ કરશે.ગુગલના પ્રવકતાએ ટવીટ કરીને આ જાણકારી આપી છે. આઇઓએસ 13 ઓએસ ધરાવતા આઇફોનના યુઝર્સને પણ જીમેઇલમાં ડાર્ક મોડનું ફિચર મળશે. કેટલાકમાં આ અપડેટ આવી પણ ગયું છે. 

ડાર્ક થીમ કરી શકાશે સિલેક્ટ

આઇફોનમાં જીમેઇલની એપમાં થીમના ઓપ્શનમાં જઇને ડાર્ક થીમ સિલેક્ટ કરી શકાય છે. અપડેટ બાદ સેટિંગના ઓપ્શનમાં જઇને ડાર્ક મોડ એકટિવેટ કરી શકાશે.જેમના ફોનમાં એન્ડ્રોઇડ 10 કે આઇઓએસ 13 હોય તેઓ અપડેટ માટે ચેક કરી શકે છે. 

તબક્કાવાર આપી રહ્યું છે અપડેટ

ગુગલ જોકે અપડેટ તબક્કાવાર આપી રહ્યું છે.જેથી કેટલાક યુઝર્સને અપડેટ માટે થોડી રાહ જોવી પડી શકે છે.ઉલ્લ્ખનીય છે કે ગુગલ મેપમાં ડાર્ક મોડ માટે આઇફોન યુઝર્સે હજુ રાહ જોવી પડશે. બીજી બાજુ ઇન્સ્ટાગ્રામ અને વોટસ એપ પણ તેના યુજર્સ માટે ડાર્ક મોડ લાવી રહ્યું છે.ગુગલે ફોટોસ અને ક્રોમ બ્રાઉઝરમાં અગાઉ ડાર્ક મોડનું ફિચર આપ્યું હતું. 

આ સિવાય પ્લે સ્ટોર કે એપલ સ્ટોર પર બ્રાઉઝર અને ગેલેરી સહિતની અનેક પેપ્યુલર એપ ધીમે ધીમે ડાર્ક મોડનું ફિચર લાવી રહી છે.મોટાભાગના યુઝર્સ ડાર્ક મોડ પસંદ કરે છે.કેમ કે ઓછો પ્રકાશ હોય અથવા રાતના સમયે ડાર્ક મોડ વધુ કમ્ફર્ટેબલ લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gmail Google એન્ડ્રોઇડ ગુગલ Google

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ