ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ઐતિહાસિક તેજી : પહેલી વાર ચાંદી ₹4 લાખને પાર, ₹15,943ના ઉછાળા સાથે સોનું 2 લાખની નજીકમાં
Last Updated: 11:20 AM, 29 January 2026
ADVERTISEMENT
ભારતમાં સોનાનો ભાવ લગભગ રૂપિયા 1.71 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ ચાંદી તો ઇતિહાસ રચતી રૂપિયા 4 લાખ પ્રતિ કિલોગ્રામની સપાટી સુધી પહોંચી ગઈ છે. બજારના જાણકારો કહે છે કે જો આવો જ માહોલ રહ્યો તો ભાવ હજુ પણ વધી શકે છે.વિદેશી બજારમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 5,591 ડોલરપ્રતિ ઔંસના નવા રેકોર્ડ પર પહોંચ્યો. આ સપ્તાહમાં સોનું 10 ટકા કરતાં વધુ મોંઘું થયું છે. ચાંદી પણ પાછળ નથી. તેનો ભાવ 119 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યો છે.
ADVERTISEMENT
ભારતીય MCX બજારમાં બુધવારે સોનું રૂપિયા 1,66,355 પ્રતિ 10 ગ્રામ પર હતું જ્યારે ચાંદી રૂપિયા 3,86,530 પ્રતિ કિલોગ્રામ સુધી હતી. દિલ્હીના સર્રાફા બજારમાં ચાંદી એક જ દિવસમાં રૂપિયા 15,000 મોંઘુ થઈ ગયું હતું. અગાઉના દિવસોમાં પણ ચાંદીમાં ભારે ઉછાળો આવ્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
વિદેશી બજારમાં ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 118 ડોલરથી વધુ થઈ ગયો છે. કારોબાર દરમિયાન તો ચાંદીએ 119 ડોલરથી પણ ઉપર જઈને નવો ઇતિહાસ રચ્યો છે. આનો સીધો અર્થ એ છે કે ચાંદી હવે પહેલા કરતાં ઘણી મોંઘુ થઈ ગયુ છે. લોકો સોનાની સાથે સાથે ચાંદીને પણ સુરક્ષિત રોકાણ માનતા થયા છે. ચાંદીનું સપ્લાય ઓછું છે અને ખરીદી વધુ છે એટલા માટે ભાવ સતત વધી રહ્યા છે. જો આવું જ ચાલતું રહ્યું તો આવનાર સમયમાં ચાંદીના ભાવ હજુ પણ વધે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
અમેરિકાની સૌથી મોટી બેંક (ફેડરલ રિઝર્વ) એ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેંકના વડાએ કહ્યું કે મોંઘવારી હજી પણ વધારે છે. આ વાતથી લોકોમાં ડર વધ્યો અને લોકો પોતાના પૈસા સુરક્ષિત રાખવા માટે સોનું ખરીદવા લાગ્યા.
ADVERTISEMENT
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. બંને દેશોએ એકબીજાને કડક ચેતવણી આપી છે. જ્યારે દુનિયામાં તણાવ અને યુદ્ધનો ભય વધે છે ત્યારે લોકો સોનાને સુરક્ષિત માનીએ છે અને તેની ખરીદી વધી જાય છે.
ADVERTISEMENT
હવે માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ મોટી કંપનીઓ પણ સોનામાં પૈસા મૂકી રહી છે. એક મોટી ક્રિપ્ટો કંપની પોતાના પૈસાનો મોટો ભાગ સાચા સોનામાં રોકાણ કરવા જઈ રહી છે. તેથી સોનાની માંગ વધારે થઈ છે.

આ પણ વાંચોઃ રોકાણકારોની બલ્લે બલ્લે, અચાનક શેર માર્કેટમાં તેજી, 6 લાખ કરોડની કમાણી
અમેરિકન ડોલરની કિંમત ઘટી છે. જ્યારે ડોલર નબળો પડે છે ત્યારે સોનું અને ચાંદી મોંઘા થાય છે. આ કારણે પણ સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે.
ચાંદી સોનાની તુલનામાં સસ્તું છે એટલે લોકો વધુ ચાંદી ખરીદી રહ્યા છે. બજારમાં ચાંદી ઓછી છે અને માંગ વધારે છે. આ વર્ષે અત્યાર સુધી ચાંદીના ભાવમાં 60 ટકા કરતાં વધુ વધારો થયો છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ પણ હોઇ શકે છે. આથી કોઈ પણ જ ગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વાર માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. અન્યથા www.vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT