ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે આધારકાર્ડ સેન્ટર માટે ભટકવું નહીં પડે, મોબાઈલ પર એક જ ક્લિકમાં મળી જશે લોકેશન

તમારા કામનું / હવે આધારકાર્ડ સેન્ટર માટે ભટકવું નહીં પડે, મોબાઈલ પર એક જ ક્લિકમાં મળી જશે લોકેશન

Published By: Jinal Chauhan

Last Updated: 03:10 PM, 3 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધાર કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) એ MapmyIndia સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે, જેના કારણે હવે ઓફિશીયલ આધાર સેન્ટર શોધવું વધુ સરળ બનશે.

ADVERTISEMENT

ભારતમાં આધાર કાર્ડનો ઉપયોગ સરકારી ઓળખ તરીકે મોટા પ્રમાણમાં થાય છે અને ઘણી સેવાઓ માટે જરૂરી બને છે. Unique Identification Authority of India સમયાંતરે યુઝર્સને પોતાની માહિતી અપડેટ રાખવાની સલાહ આપે છે. જોકે ઘણા કામ ઓનલાઈન થઈ શકે છે કેટલાક માટે આધાર સેન્ટર જવું પડે છે અને નજીકમાં સેન્ટર ક્યાં છે તેની માહિતી ન હોવાને કારણે લોકોને મુશ્કેલી પડે છે. આ સમસ્યાને દૂર કરવા UIDAI ટૂંક સમયમાં નવી સર્વિસ શરૂ કરવા જઈ રહ્યું છે જેના કારણે આધાર સેન્ટર શોધવું વધુ સરળ બનશે.

મેપ પર મળશે સેન્ટરની માહિતી

હવે આધાર સંબંધિત કામ તમારા માટે પહેલા કરતા વધુ સરળ બનવાના છે. Unique Identification Authority of India દ્વારા શરૂ થનારી નવી સર્વિસ સાથે આધાર કાર્ડ ધારકો પોતાના ફોનમાં મેપ દ્વારા સરળતાથી નજીકના ઓફિશીયલ આધાર સેન્ટર શોધી શકશે. UIDAI એ MapmyIndia સાથે ભાગીદારી કરી છે જેના કારણે હવે આ સેન્ટર સીધા Mappls એપ પર ઉપલબ્ધ રહેશે. આ નવી સુવિધા ટૂંક સમયમાં લોન્ચ થશે જેનો મુખ્ય હેતુ લોકોને આધાર સેવાઓ સુધી સરળ અને ઝડપી પહોંચ આપવાનો છે.

આ નવી પહેલ હેઠળ હવે યુઝર્સ Mappls App દ્વારા પોતાના નજીકના ઓફિશીયલ આધાર સેન્ટર્સ સરળતાથી શોધી શકશે. પહેલાં જ્યાં લોકોને અલગ-અલગ વેબસાઇટ્સ અથવા સ્થાનિક માહિતી પર આધાર રાખવો પડતો હતો, ત્યાં હવે માત્ર થોડા ક્લિકમાં જ આ માહિતી મળી જશે જેના કારણે આધાર સંબંધિત કામ વધુ સરળ બનશે.

vtv app promotion

આ પણ વાંચોઃ આજથી બદલાઇ ગયા ઇન્કમટેક્સને લગતા આ નિયમ, આજે જ જાણી લેજો

આધારકાર્ડ હોલ્ડરની પરેશાની ઓછી થશે

આ ફીચર ખાસ આ કારણસર ઉપયોગી છે કે તે માત્ર સેન્ટરનું સ્થાન જ બતાવતું નથી પરંતુ ત્યાં ઉપલબ્ધ સેવાઓની માહિતી પણ આપે છે જેમ કે આધાર અપડેટ, બાયોમેટ્રિક અપડેટ, મોબાઇલ નંબર અપડેટ વગેરે. આથી લોકોનો સમય બચશે અને તેમને ફરજિયાત એક સેન્ટરથી બીજા સેન્ટર સુધી ભટકવું નહીં પડે. ડિજિટલ ઇન્ડિયાના સમયમાં આ પહેલ ખાસ મહત્વની માનવામાં આવી રહી છે ખાસ કરીને ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે જ્યાં યોગ્ય માહિતીના અભાવે આધાર સેવાઓ સુધી પહોંચ મુશ્કેલ બનતી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar centre location Mappls App UIDAI services

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ