ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / Facebook to create VR world called Horizon
ADVERTISEMENT
ADVERTISEMENT
ઓકુલસ કનેક્ટની છઠ્ઠી કોન્ફરન્સમાં હોરાઇઝન વીઆર પ્લેટફોર્મની જાહેરાત કરવામાં આવી હતી. આ નવા સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ દ્વારા ફેસબુક તેના ઓકુલસ વર્ચ્યુઅલ રિયાલિટી પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવા માગે છે.આ નવા વીઆર પ્લેટફોર્મ પર યુઝર્સ વર્ચુઅલ વિશ્વમાં એકબીજાને મળી શકશે,વાતચીત કરી શકશે અને ગેમ્સ પણ રમી શકશે. 25 ઓક્ટોબરે હોરાઇઝન વીઆર લોન્ચ થવાની સાથે ફેસબુક સ્પેસ અને ઓકુલસ રૂમ્સ શટડાઉન થશે.
હોરાઇઝન વીઆર પ્લેટફોર્મ પર યુઝર્સને વર્ચુઅલ રિયાલિટી અવતાર બનાવવાની જરૂર પડશે. દરેક યુઝર પાસે 'પોર્ટલ્સ' હશે, જેનો ઉપયોગ પ્લેટફોર્મની આસપાસ નેવિગેટ કરવા માટે થઈ શકે છે. હોરાઇઝન વીઆર પોતે મલ્ટિલેયર પ્લેટફોર્મ હશે, જેમાં 'ટાઉન સ્ક્વેર'નામનું ફીચર હશે, જે ફેસબુક ન્યૂઝ ફીડનું પોતાનું વીઆર વર્ઝન છે.
ADVERTISEMENT
વર્ચ્યુઅલ રિયાલિટી કન્ટેન્ટ માટે ફેસબુક યુઝર્સ હોરાઇઝન પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે. જેમાં અનેક વીઆર ગેમ્સ સામેલ હશે. આ પ્લેટફોર્મ પર વીઆર યુઝર્સ ગ્રુપ્સ અને વીઆર ટેકનોલોજીમાં હોસ્ટ કરેલા પ્રોગ્રામ્સ પણ હશે. જે વીઆર હેડસેટ દ્વારા કનેક્ટ થઈ જોઈ શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો