ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / હાઉસ પાર્ટીના વોશરુમમાં એક્ટરે યુવતી સાથે માણ્યું બળજબરીથી શરીરસુખ, હવે નપુંસકતાનો ટેસ્ટ

મનોરંજન / હાઉસ પાર્ટીના વોશરુમમાં એક્ટરે યુવતી સાથે માણ્યું બળજબરીથી શરીરસુખ, હવે નપુંસકતાનો ટેસ્ટ

Published By: Shilpa Parmar

Last Updated: 04:01 PM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Actor Ashish Kapoor : ટેલિવિઝન શો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ના એક ફેમસ એક્ટર પર એક યુવતીએ બળજબરી કર્યાનો આરોપ લગાવ્યો છે. જાણો કોણ છે તે એક્ટર અને શું છે તેમના પર આરોપની ઘટના?

ADVERTISEMENT

ટીવીના જાણીતા અભિનેતા અને 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ના ફેમસ એક્ટર આશિષ કપૂર અંગે થોડા દિવસો પહેલાં જ ખબર આવી રહી હતી કે દિલ્હી પોલીસે એક રેપ કેસમાં તેમની ધરપકડ કરી છે. હવે આ મામલે નવી માહિતી સામે આવી રહી છે.

માહિતી મુજબ, શુક્રવારે એઇમ્સ હોસ્પિટલમાં અભિનેતાનું મેડિકલ પોટેન્સી ટેસ્ટ કરવામાં આવ્યું હતું અને હવે શનિવારે તીસ હજારી જિલ્લા અદાલતે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. જણાવી દઈએ કે એક મહિલાએ આશિષ પર આરોપ લગાવ્યો છે કે તેણે મહિલા સાથે દુષ્કર્મ કર્યું છે.

આશિષનો થયો મેડિકલ ટેસ્ટ

માહિતી મુજબ, દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે , શુક્રવારે આશિષનું એઇમ્સમાં મેડિકલ પોટેન્સી ટેસ્ટ કરાયું હતું અને આ રિપોર્ટને તેમના વિરુદ્ધ ચાલી રહેલા બળાત્કાર કેસમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે વાપરવામાં આવશે. તેમના વિરુદ્ધ દિલ્હીના સિવિલ લાઈન્સ થાણેમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હવે દિલ્હીની તીસ હજારી કોર્ટએ એક્ટરને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં રાખ્યા છે.

શું છે સમગ્ર ઘટના?

દિલ્હીના સિવિલ લાઈન્સ થાણેમાં 11 ઓગસ્ટે એક મહિલાએ આશિષ વિરુદ્ધ પોતાની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ આરોપ મૂક્યો હતો કે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં દિલ્હીની એક હાઉસ પાર્ટી દરમિયાન આશિષે તેને વોશરૂમમાં લઈ જઈને તેની સાથે બળજબરી કરી હતી.

જો કે, શરૂઆતમાં પીડિતાએ પોતાની એફઆઈઆરમાં આશિષ કપૂર, તેમના મિત્ર, મિત્રની પત્ની અને બે અજાણ્યા લોકોના નામો પણ ઉમેર્યા હતા. પરંતુ પછી તેમણે પોતાનું નિવેદન બદલ્યું અને માત્ર એક્ટરના નામે જ ફરિયાદ નોંધાવી.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી આશિષ કપૂરની મહારાષ્ટ્રના પુણેમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમની પ્રવૃત્તિઓને ઘણી જગ્યાએ ટ્રેક કરવામાં આવી હતી અને સતત ટ્રેકિંગ બાદ તેમને પુણેમાંથી જ અરેસ્ટ કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો : VIDEO : સોશિયલ મીડિયા સેંસેશનનો હોટ વીડિયો વાયરલ, ચાહકો બોલ્યાં- કોકિન છે કોકિન

આશિષએ ‘સરસ્વતીચંદ્ર’, ‘લવ મેરેજ યા અરેન્જ મેરેજ’, ‘ચાંદ છુપા બાદલ મેં’, ‘દેખાએક ખ્વાબ’, ‘મોલ્કી - રિશ્તો કી અગ્નિ પરીક્ષા’, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘વો અપના સાથી’ અને ‘બંદિની’ સહિતના અનેક શોમાં કામ કર્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Yeh Rishta Kya Kehlata Hai Actors Medical Potency Test Actor Ashish Kapoor

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ