ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / વિરાટ કોહલીએ ક્વોલિફાયરમાં રચ્યો ઇતિહાસ, આઇપીએલનો સૌથી મોટો રેકોર્ડ
Last Updated: 10:35 PM, 26 May 2026
ADVERTISEMENT
વિરાટ કોહલીએ આઇપીએલમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ગુજરાત ટાઇટન્સ સામેની પ્રથમ ક્વોલિફાયર મેચમાં ઇતિહાસ રચ્યો છે. 43 રન બનાવતા વિરાટ સતત ચાર સિઝનમાં 600+ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. વિરાટે અગાઉ 2023, 2024 અને 2025માં 600 થી વધુ રન બનાવ્યા છે.
ADVERTISEMENT
વિરાટે હવે આઇપીએલ 2026 સીઝનમાં 15 મેચમાં 600 રન બનાવ્યા છે. ગુજરાત સામે ક્વોલિફાયર 1માં તેણે 25 બોલમાં 43 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 2026 સીઝનમાં એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે.
સતત ચાર સિઝનમાં 600+ રન
ADVERTISEMENT
વિરાટ કોહલી આઇપીએલના ઇતિહાસમાં સતત ચાર સિઝનમાં 600+ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન છે. ક્રિસ ગેલ અને કેએલ રાહુલે સતત ત્રણ સિઝનમાં 600 કે તેથી વધુ રન બનાવ્યા હતા, પરંતુ વિરાટ હવે તેમને પાછળ છોડી ચૂક્યો છે.
639 રન - IPL 2023
ADVERTISEMENT
741 રન - IPL 2024
657 રન - IPL 2025
ADVERTISEMENT
600 રન - IPL 2026
વિરાટ કોહલીનો પ્લેઓફમાં રેકોર્ડ બહુ સારો રહ્યો નથી. અત્યાર સુધી તેણે 18 પ્લેઓફ મેચ રમી છે, જેમાં તેણે 439 રન બનાવ્યા છે. પ્લેઓફના ઇતિહાસમાં વિરાટે ફક્ત બે અડધી સદી ફટકારી છે. આઇપીએલ 2026 ના પહેલા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે પણ તે આવું કરવામાં નિષ્ફળ ગયો.
ADVERTISEMENT
એ પણ એક આશ્ચર્યજનક હકીકત છે કે વિરાટે આઇપીએલમાં તેના સમગ્ર ટેસ્ટ કારકિર્દી કરતાં વધુ રન બનાવ્યા છે. વિરાટે તેની ઐતિહાસિક આઇપીએલ કારકિર્દીમાં 282 મેચોમાં 9261 રન બનાવ્યા છે, જ્યારે તેની ટેસ્ટ કારકિર્દીમાં 9230 રન બનાવ્યા છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / વિરાટ કોહલીના ફેન્સે તો હદ વટાવી! ટ્રેવિસ હેડની વાઇફ સાથે કર્યું એવું ગેરવર્તન કે મામલો બિચક્યો
દર વખતે સરેરાશ 50+
વિરાટ કોહલીના આંકડા ઉત્સાહજનક છે કારણ કે તેણે છેલ્લા ચાર સિઝનમાં દરેક સિઝનમાં 50 થી વધુ સરેરાશથી રન બનાવ્યા છે. 2023 માં તેણે 53.25 ની સરેરાશ સાથે સ્કોર કર્યો હતો, જ્યારે 2024 માં તેણે 61.75 ની સરેરાશ સાથે સ્કોર કર્યો હતો. ગયા સિઝનમાં તેણે 54.75 ની સરેરાશ સાથે રન બનાવ્યા હતા અને હવે આઇપીએલ 2026 માં તેણે અત્યાર સુધી 50 થી વધુની સરેરાશ સાથે રન બનાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT