ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિદેશમાં કમાણીનું સપનું થશે પુરુ,વર્ક પરમિટ વગર મળશે કામ;જાણી લો નિયમો અને શરત

NRI / વિદેશમાં કમાણીનું સપનું થશે પુરુ,વર્ક પરમિટ વગર મળશે કામ;જાણી લો નિયમો અને શરત

Published By: Jinal Chauhan

Last Updated: 12:21 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમાં જઈને કમાવાનું સપનું જોઈ રહેલા અને ઘણા ભારતીય વિદ્યાર્થીઓ જે વિદેશમાં ભણવાની સાથે સાથે સાઈડમાં નોકરી પણ શોધે છે. તમે પણ એમાના એક છો તો હવે તમારું પણ સપનુ સાકાર થઈ શકે છે. આવો જાણીયે કે કયા દેશમાં વર્ક પરમિટ વગર નોકરી મળી શકે છે.

ADVERTISEMENT

ભારતીય વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના વિદેશમાં અભ્યાસ કરતી વખતે પૈસા કમાવવા માંગે છે. વિદ્યાર્થીઓ એવા પાર્ટ-ટાઇમ નોકરીઓ શોધે છે જેમાં ભણતી વખતે કામ કરવાની મંજૂરી મળી રહે. દરેક દેશમાં આ શક્ય નથી.સ્ટુડન્ટ વિઝા પર વર્ક પરમિટ મળતું નથી. જો કોઈ આવું કોઈ કરે તો સ્ટુડન્ટ વિઝા કેન્સલ કરી દેવામાં આવે છે. જો તમે પણ સ્ટુડન્ટ છો અને ભણતા ભણતા નોકરી કરવા માંગો છો તો જાણીયે કે કયા દેશો નોકરી કરવાની મંજૂરી આપે છે.

student-visa

કેનેડા હાયર એજ્યુકેશન આપવામાં ટોપ દેશમાંથી એક છે.લાખો વિદેશી વિદ્યાર્થીઓ અહીં આવે છે. આ દેશ વિદ્યાર્થીઓને પાર્ટ-ટાઇમ કામ કરવાની મંજૂરી આપવા માટે પણ જાણીતો છે. જો કે ચોક્કસ નિયમો અને શરતો લાગુ પડે છે. આ નીતિ અપનાવીને વિદ્યાર્થીઓ તેમના વિદ્યાર્થી વિઝા પર વર્ક પરમિટ મેળવી શકે છે જેનાથી તેઓ કેમ્પસની બહાર કામ કરી શકે છે.

તમને કામના કલાકો પર પૈસા મળે

કેનેડામાં નોકરીમાં કલાકદીઠ ધોરણે પગાલ આપવામાં આવે છે. આ નિયમ વિદ્યાર્થીઓને પણ લાગુ પડે છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) અનુસાર કેનેડામાં કેમ્પસની બહાર કામ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને અઠવાડિયામાં 24 કલાક સુધી કામ કરવાની મંજૂરી છે. આ નિયમ કેનેડામાં દરેક વિદેશી વિદ્યાર્થીને લાગુ પડે છે. પહેલા અઠવાડિયામાં ફક્ત 20 કલાક જ મંજૂરી આપવામાં આવતી હતી.

કેવા વિદ્યાર્થીઓ માટે નિયમ લાગુ પડે

આ નિયમ માત્ર એવા વિદેશી વિદ્યાર્થીઓ માટે છે જે કેનેડાની માન્ય (Designated Learning Institution – DLI) કોલેજ અથવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.સરકાર આવા વિદ્યાર્થીઓને રહેવાના અને ખાવાના ખર્ચ પુરા કરવા અને કેનેડામાં કામ કરવાનો અનુભવ મેળવવા માટે વર્ક પરમિટ વગર કામ કરવાની મંજૂરી આપે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 'અમેરિકન વર્કર્સને ટ્રેઇન કરો, પછી...' ટ્રમ્પ સરકારનો નવો H-1B વિઝા પ્લાન, ભારતીયોને થશે અસર

આ ભૂલ ન કરો

વિદેશી વિદ્યાર્થીઓએ યાદ રાખવું જોઈએ કે કેનેડામાં કામ કરતી વખતે અઠવાડિયામાં 24 કલાકથી વધુ કામ ન કરવું. છ દિવસ માટે દિવસમાં ચાર કલાક કામ કરવાથી 24 કલાકનો વધારો થશે. જો સમય 24 કલાકથી વધુ થઈ જાય, તો કેનેડિયન સરકાર તમારા વિદ્યાર્થી વિઝા રદ કરશે અને તમને દેશનિકાલ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Canada Work Permit,

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ