ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / 'અમેરિકન વર્કર્સને ટ્રેઇન કરો, પછી...' ટ્રમ્પ સરકારનો નવો H-1B વિઝા પ્લાન, ભારતીયોને થશે અસર

NRI / 'અમેરિકન વર્કર્સને ટ્રેઇન કરો, પછી...' ટ્રમ્પ સરકારનો નવો H-1B વિઝા પ્લાન, ભારતીયોને થશે અસર

Published By: Vidhata Gothi

Last Updated: 11:28 AM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New H-1B Visa Policy: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી વિઝા પોલિસીએ ફરી એકવાર ભારતીય IT સેક્ટરની ચિંતા વધારી દીધી છે. ટ્રમ્પ વહીવટીતંત્રની નવી H-1B વિઝા યોજનામાં વિદેશ એક્સપર્ટ્સને અસ્થાયી રીતે બોલાવીને અમેરિકન વર્કર્સને ટ્રેઇન કરવા માટે બનાવવામાં આવી છે.

ADVERTISEMENT

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછીથી જ ઇમિગ્રેશન પોલીસી કડક કરી રહ્યા છે, ત્યારે હવે આ જ ક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ફરી એકવાર તેની H-1B વિઝા નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફાર કરવાનો હેતુ છે કે વિદેશી નિષ્ણાતો બોલાવવાનો, અમેરિકન વર્કર્સને ટ્રેઇન કરવાનો અને પછી તેમને પાછા મોકલી દેવાનો. આ નવું મોડેલ અમેરિકન ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવા તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે, પરંતુ આની સીધી અસર ભારતીય IT પ્રોફેશનલ્સ પર થઈ શકે છે, જેઓ લાંબા સમયથી અમેરિકાના ટેક ક્ષેત્રની કરોડરજ્જુ માનવામાં આવી રહ્યા છે.

visa-simple_0

યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની નવો વિઝા પ્લાન નોલેજ ટ્રાન્સફર સ્ટ્રેટેજી પર આધારિત છે. તેનો હેતુ અમેરિકન વર્કર્સને ટ્રેઇન કરવાનો અને લાંબા સમયથી ઠપ પડેલા મેન્યુફેક્ચરિંગ, શિપ બિલ્ડિંગ અને સેમીકંડકટર જેવા સેક્ટર્સને ફરીથી ઉભા કરવાનો છે.

'ટ્રેઇન એન્ડ ગો બેક'

બેસેંટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું, "અમેરિકન વર્કર્સને ટ્રેઇન કરો, પછી ઘરે જાઓ." (Train the US workers. Then, go home.) આનો અર્થ એ છે કે વિદેશી એક્સપર્ટ્સ ફક્ત અસ્થાયી રૂપે અમેરિકા આવશે, સ્થાનિક કર્મચારીઓને સ્કીલ્સ શીખવશે અને પછી તેમના દેશ પરત ફરશે. તેમણે એમ પણ જણાવ્યું કે એક અમેરિકન અત્યારે તે કામ કરી શકતો નથી, પરંતુ ટ્રેનિંગ પછી કરશે.

અમેરિકામાં વધી ચર્ચા

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પની વિદેશી શ્રમ નીતિને લઈને અમેરિકામાં જ ઘણી ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો માને છે કે તેનાથી ભારત જેવા દેશોના વિદેશી કામદારો, ખાસ કરીને ઇજનેરો અને ટેક નિષ્ણાતો માટે તકો મર્યાદિત થઈ જશે. દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્રનો દાવો છે કે આનાથી અમેરિકા ફર્સ્ટ નીતિ મજબૂત થશે અને સ્થાનિક નોકરીઓના સર્જનમાં મદદ મળશે.

vtv app promotion

ટેલેન્ટની કમીનો તર્ક

રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું હતું કે અમેરિકામાં કેટલાક સેક્ટર્સમાં ટેલેન્ટની કમી છે અને વિદેશી એક્સપર્ટ્સ અસ્થાયી રૂપે આવીને આ કમીને પૂરી કરી શકે છે. ટ્રમ્પે કહ્યું તમે બેરોજગાર લોકોને સીધા મિસાઇલો બનાવવા માટે ન કહી શકો. આ સાથે જ બેસન્ટે એ પણ ખુલાસો કર્યો કે ટ્રમ્પ વહીવટીતંત્ર 100,000 ડોલરથી ઓછી કમાણી કરતા પરિવારો માટે USD 2,000 ટેક્સ રિબેટ આપવાની યોજના પર વિચાર કરી રહ્યું છે.

આ પણ વાંચો: કેનેડામાં અભ્યાસ અર્થે જનારા ભારતીય સ્ટુડન્ટ્સ, જો-જો છેતરાઇ ના જાઓ

ભારતીયો પર થશે અસર

ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલા અંગે નિષ્ણાતોનું કહેવું છે કે નવું H-1B વિઝા મોડેલ અમેરિકન ઉદ્યોગોને ટેકનોલોજીની રીતે આત્મનિર્ભર બનાવી શકે છે, પરંતુ ભારત જેવા દેશો માટે, તે બ્રેઇન ડ્રેઇન રિવર્સલ જેવો ઝટકો સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America Donald Trump New H-1B Visa Policy

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ